ભારત બંધથી અર્થતંત્રને 25000 કરોડના નુકશાનની ભીતિ

0
68

– કૃષિ સુધારા બિલો સામે ખેડૂતોનું આંદોલન સરકાર માટે શિરદર્દ

– કોમોડિટી કરંટ : જયવદન ગાંધી

કેન્દ્ર સરકાર દ્વારા પસાર કરેલા ત્રણ કૃષિ સુધારા બિલો સામે ખેડૂતોનું આંદોલન સરકાર માટે શિરદર્દ બની ગયું છે. ખેડૂત આંદોલનનો વ્યાપ નવા નવા રાજ્યોમાં પણ વધી રહ્યો હોવાથી સરકારને બેક-ફૂટ ઉપર જવા મજબૂર કરી રહ્યું છે. ખેડૂત આંદોલનને વિદેશોમાંથી પણ ખાસ કરીને શીખ અને પંજાબી વર્ગ સપોર્ટ કરતાં સમગ્ર મામલો વૈશ્વિક સ્તરે ગરમાયો છે.

આંદોલનકારી કૃષિ નેતાઓની સરકાર સાથે પાંચમી બેઠક બાદ ત્રણ કૃષિ સુધારા કાયદા રદ કરવાની માંગણીમાં બાંધછોડ કરવાની સાથે APMC માળખાને વધુ મજબૂત કરવા સહિતની માગણીઓનો સુખદ અંત કે કેમ ? તેની ઉપર સમગ્ર દેશનું ધ્યાન કેન્દ્રિત થયું છે.

આવતીકાલ ૮મી ડિસેમ્બરે ખેડૂતોએ આપેલ ભારત બંધ એલાનથી દેશની ઈકોનોમી ઉપર ગંભીર અસર પડે તેમ છે. સીઆઈઆઈના અગાઉ ૨.૧૬માં જાહેર થયેલા રિપોર્ટ પ્રમાણે ભારત બંધથી દેશની ઈકોનોમીને ઓછામાં ઓછું ૨૫ હજાર કરોડનું નુકશાન થવાનો અંદાજ છે. એક દિવસ કેવળ ટ્રકની હડતાળથી સાત હજાર કરોડનું નુકશાન થતું હોય છે. જ્યારે આવતીકાલના ભારત બંધના એલાનને ખેડૂત આંદોલનકારીઓની સાથે ટ્રાન્સપોર્ટ સમુદાય પણ સપોર્ટ કરી રહ્યો હોવાથી દેશને ભારે ફટકો પડે તેમ છે.

કૃષિ સુધારા કાયદામાં સૌથી વધારે ટેકાના ભાવો APMC થનાર ભુંડી હાલત ઉપર આંદોલનકારોનું ધ્યાન થયેલ છે. કેન્દ્ર સરકાર કૃષિ લાગત તથા મૂલ્ય આયોગ (CAPP) ની ભલામણોના આધારે ૨૩ પ્રકારની કૃષિ ચીજોના ભાવો નક્કી કરે છે. જેમાં સાત જેટલા અનાજો, પાંચેક દાળો, સાતેક તેલીબીયાં તેમજ અન્ય કૃષિ પેદાશોને સામેલ કરવામાં આવે છે. નવાઇની વાત એ છે કે ટેકાના ભાવો જાહેર કરનાર આયોગને સરકારે હજુ માન્યતા આપેલ નથી. વર્ષ ૧૯૬૫માં હરિયાળી ક્રાંતિના સમયથી ટેકાના ભાવો (MSP) ની શરૂઆત થઇ છે. ટેકાના ભાવે સરકાર સૌથી વધારે અનાજની ખરીદી કરે છે. ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન લગભગ ત્રીસેક લાખ ખેડૂતો પાસેથી અંદાજે ૬૦ હજાર કરોડ રૂપિયાનું ૩૧૮ લાખ ટન અનાજની ખરીદી સરકારે કરી છે. જેમાં સૌથી વધારે પંજાબના ખેડૂતો પાસેથી અનાજની ખરીદી કરવામાં આવી છે. વર્ષે દહાડે રવિ અને ખરીફ સીઝન દરમ્યાન બે વાર ટેકાના ભાવો જાહેર કરાતા હોય છે.

આંદોલનકારી ખેડૂતોના મુદ્દાઓમાં APMC બાબતને પણ પ્રાયોરિટી આપવામાં આવી છે. સરકારે કૃષિ ઉપજોના વેચાણ માટે  APMC ની સાથે સાથે અન્ય ખાનગી કંપનીઓને પણ લીલી ઝંડી આપેલ છે. 

જેમાં સેસ એટલે કે માર્કેટ ફીનો મુદ્દો સંવેદનશીલ બન્યો છે.  APMC વિસ્તારોમાં કૃષિ ચીજોના વેચાણ ઉપર માર્કેટ ફી સહિત વિવિધ કર લાગે છે જ્યારે APMC વિસ્તાર બહાર ખાનગી કંપનીઓમાં વેચાણ ઉપર કોઇ ટેક્ષ નહિ લાગતો હોવાથી APMC ની હાલત ખરાબ થશે તેવી ભીતિ સેવાઇ રહી છે. નવા કૃષિ કાયદાઓથી ખેડૂતોને ભય ઊભો થયો છે કે સરકાર ખાનગીકરણથી ટેકાના ભાવે ખરીદી બંધ કરશે. સરકારે આ બાબતે ખેડૂતોને આશ્વાસન પણ આપેલ છે કે શાંતાકુમાર કમીટીના અહેવાલોથી જે હાલમાં કૃષિ કાયદાઓ બન્યા છે તેમાં સરકારની ખરીદ મુખ્ય એજન્સી ફુડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) ને પણ ભંગ કરવાની વાતો છે. જો FCI ને બરખાસ્ત કરવામાં આવે તો ટેકાના ભાવે થતી ખરીદી પણ બંધ થશે તેવી ભીતિએ ખેડૂતોમાં આક્રોશ છવાયો છે.

બીજી તરફ ખાનગી ક્ષેત્રને ખેડૂતોને માલ ખરીદ કરવાની મંજુરીથી  APMC ને અસર થશે પરંતુ કૃષિ માલોના મળતા પોષણક્ષમ ભાવો ઉપર પણ કાપ આવશે તેવી ભીતિ છે. જો કે કૃષિ સુધારા કાયદા થયા બાદ ખાનગી કંપનીઓ પણ લાખો ટન કૃષિ માલોના સંગ્રહ કરવા માટે મોટી માત્રામાં જંગી સ્ટોરેજ હાઉસો ઊભા કરી રહી છે. કૃષિ માલોના સંગ્રહ માટે સરકારી અંતરાયો તમામ દૂર કરાતાં મોટી કંપનીઓ ગમે તેટલી ખેતપેદાશો સંગ્રહ અનેક વર્ષો સુધી કરી શકશે. આ રીતે ખેતપેદાશોનો સ્ટોક કર્યા બાદ બજારમાં ભાવોની વધ-ઘટ સહેલાઇથી થઇ શકશે અને ખેડૂતોને કંપનીઓ પોતાના ઈશારે નચાવી શકે તેમ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here