ભારતે જાડેજાના બદલે ચહલને કન્ક્શન ખેલાડી તરીકે મેદાનમાં ઉતારતાં કોચ લેંગર મેચ રેફરી ડેવિડ બુન સાથે બાખડી પડયો

0
75

ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ ટી૨૦ ઇન્ટરનેશનલ મેચ દરમિયાન ભારતીય ટીમની બેટિંગની છેલ્લી ઓવરમાં ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને પેસ બોલર મિચેલ સ્ટાર્કનો બોલ હેલમેટ ઉપર વાગ્યો હતો. ઓસ્ટ્રેલિયાની બેટિંગ વખતે ભારતીય ટીમ ફિલ્ડિંગ માટે મેદાનમાં ઊતરી ત્યારે જાડેજાના સ્થાને લેગ સ્પિનર યુજવેન્દ્ર ચહલને કન્ક્શન સબસ્ટિટયૂટ પ્લેયર તરીકે ગ્રાઉન્ડમાં ઉતાર્યો હતો. મેચ રેફરી ડેવિડ બુને આઇસીસીની આચારસંહિતા મુજબ ભારતને મંજૂરી આપી હતી પરંતુ ઓસ્ટ્રેલિયન ટીમ ખાસ કરીને મુખ્ય કોચ જસ્ટિન લેંગર ઘણો નારાજ જણાતો હતો પરંતુ ઓસ્ટ્રેલિયન ઓપનર બેટિંગ માટે મેદાનમાં જાય તે પહેલાં મેચ રેફરી બુન સાથે લેંગરે દલીલબાજી પણ કરી હતી. ભારતીય ટીમે આઇસીસીના નિયમ હેઠળ ચહલને જાડેજાના સ્થાને મેચમાં સામેલ કર્યો હતો પરંતુ ઓસ્ટ્રેલિયન સુકાની એરોન ફિન્ચ અને કોચ લેંગર આ બાબતથી ખુશ નહોતા અને બંનેએ ઇનિંગ્સ પહેલાં જ બાઉન્ડ્રી લાઇન પાસે ઊભા રહીને મેચ રેફરી બુન પાસે આ બાબતનો ખુલાસો માગીને નારાજી સાથે દલીલબાજી કરી હતી. નોંધનીય છે કે જાડેજાને છેલ્લી ઓવરમાં હેલમેટ ઉપર બોલ વાગ્યો હોવા છતાં તેણે બાકી રહેલા કેટલાક બોલ પણ રમ્યા હતા અને ઇનિંગ પૂરી કરીને તે પેવેલિયન પરત ફર્યો હતો.

માઇકલ વોને ભારતીય ટીમ ઉપર છેતરપિંડીનો આક્ષેપ કર્યો 

જસ્ટિન લેંગરની દલીલબાજીના મુદ્દાએ તાત્કાલિક જોર પકડયું હતું અને ઇંગ્લેન્ડના ભૂતપૂર્વ સુકાની માઇકલ વોને આડકતરી રીતે ભારતીય ટીમ ઉપર છેતરપિંડીનો આક્ષેપ પણ કર્યો હતો. વોને જણાવ્યું હતું કે ભારતની મેડિકલ ટીમનો કોઇ તબીબ કે ફિઝિયો જાડેજાને માથામાં બોલ વાગ્યા બાદ કન્ક્શનના નિયમ હેઠળ ગ્રાઉન્ડમાં આવ્યા નહોતા. મેદાનમાં જાડેજાના કોઇ રૂટિન ટેસ્ટ પણ કરવામાં આવ્યો નહોતો. ત્યારબાદ એવું લાગતું હતું કે જાડેજાના પગના સ્નાયુ ખેંચાઇ ગયા છે. ત્યારબાદ તે મેચની બહાર થઇ ગયો છે અને તેના સ્થાને બીજા ખેલાડીને મેદાનમાં ઉતારવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here