ભારતમાં ટૂંક સમયમાં વધી જશે કામના કલાકો, જાણો બીજા દેશની શું છે સ્થિતિ

0
90

ભારતમાં રોજનાં મહત્તમ કલાકોની સંખ્યા ટૂંક સમયમાં વધારીને 12 કરવામાં આવી શકે છે. એક દિવસમાં કોઈપણ કર્મચારી પાસેથી અત્યાર સુધી મહત્તમ 10.5 કલાક કામ લઈ શકાતુ હતુ. શ્રમ મંત્રાલયે Ministry of Labor સંસદમાં એક પ્રસ્તાવ મૂક્યો છે, જે અંતર્ગત મહત્તમ કામકાજના કલાકો વધારીને 12 કલાક કરવા અંગે વિચારણા કરવા જણાવાયું છે.

જો કે, એક અઠવાડિયામાં મહત્તમ કાર્યકારી કલાક 48 કલાક હશે, તે વધશે નહીં. જો કોઈ કર્મચારી દરરોજ 12 કલાક કામ કરે છે તો તે અઠવાડિયામાં ફક્ત 4 દિવસ કામ કરશે અને 3 દિવસ માટે રજા ભોગવશે અથવા તે ઓવરટાઇમ મેળવશે. આવી સ્થિતિમાં હવે ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે કે આ નિર્ણય શું ખરેખર યોગ્ય છે? સાથે બાકીના વિશ્વમાં કેટલા કલાક કામ કરવામાં આવે છે તેની પણ ચર્ચાએ જોર પકડ્યું છે તો ચાલો બાકીના દેશોની સિસ્ટમ પર એક નજર કરીએ.

કયા દેશમાં કેટલા કલાક કામ
જો આપણે દુનિયા ભરની વાત કરીએ, તો કર્મચારીએ અઠવાડિયામાં મહત્તમ 48 કલાક અને ઓછામાં ઓછા 35 કલાક કામ કરવાનું હોય છે. ભારત, યુકે, જર્મની, મેક્સિકો, થાઇલેન્ડ, વિયેટનામ અને બાંગ્લાદેશ જેવા દેશોમાં અઠવાડિયામાં 48 કલાક કામ કરવામાં આવે છે.

જો કે, આ બધા દેશોમાં, દૈનિક કામના કલાકો 8 છે, જ્યારે ભારતમાં આ કલાકો હવે વધારીને 12 કરવાની વિચારણા ચાલી રહી છે. શ્રેષ્ઠ સ્થિતિ ફ્રાન્સની છે, જ્યાં તમારે દિવસમાં 7 કલાક અને અઠવાડિયામાં 35 કલાક કામ કરવું પડે છે. એ જ રીતે ઓસ્ટ્રેલિયામાં દિવસમાં 7.6 કલાક અને અઠવાડિયામાં 38 કલાક કામ કરવું પડશે. તે જ સમયે, અમેરિકા, કેનેડા, ચીન, તાઇવાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં, દરરોજ મહત્તમ 8 કલાક અઠવાડિયામાં મહત્તમ 40 કલાક કામ કરવાનો નિયમ છે.

આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠનના ધોરણો શું છે?
જો દુનિયાભરમાં આવું થઈ રહ્યું છે, તો આંતરરાષ્ટ્રીય લેબર ઓર્ગેનાઇઝેશન (International Labor Organization)(આઈએલઓ) સ્ટાન્ડર્ડ હેઠળ,ઔદ્યોગિક કામદારો તરફથી દિવસના 8 કલાક અને અઠવાડિયામાં 48 કામના કલાકો લઈ શકાય છે. જે કામ એક શિફ્ટ પછી તરત જ હાથ ધરવા પડે છે તેમાં બીજી પાળીને અઠવાડિયામાં 56 કલાક સુધી કામ કરવાની છૂટ આપવામાં આવી છે. બીજી બાજુ, કોઈ કર્મચારીને 3 અઠવાડિયામાં 8 કલાક દૈનિક કાર્ય કરવાની છૂટ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here