હિમાચલ પ્રદેશ (Himachal Pradesh) પોતાની સુંદર ખીણો અને ઝાડીઓને લઇને દુનિયાભરમાં પ્રસિદ્ધ છે. દેશ-વિદેશથી લોકો અહીં સુંદર નજારો જોવા માટે આવે છે. હિમાચલ પ્રદેશની પહાડીઓમાં સભ્યતા અને સંસ્કૃતિ (Civility And Cluture) વસે છે. આ પ્રદેશમાં અનેક એવી જગ્યાઓ છે જે રહસ્યમયી છે. આમાંથી એક Kamarunag Lake છે. એવું કહેવામાં આવે છે કે આ સરોવરમાં ખજાનો છુપાયેલો છે. આના વિશે અનેક તથ્ય છે.
કામરૂનાગ મંદિર
જાણકારોનું માનીએ તો કામરૂનાગ સરોવરમાં અબજો રૂપિયાનો ખજાનો છુપાયો છે. જોકે અત્યાર સુધી આ સરોવરમાં પૈસા અને ઝવેરાત નથી નીકાળવામાં આવ્યા. આ સરોવરની નજીક એક મંદિર પણ છે, જેને કામરૂનાગ મંદિર કહેવામાં આવે છે. કામરૂનાગ હિમાચલ પ્રદેશના મંડી જિલ્લાથી 51 કિલોમીટર દૂર કરસોગ ખીણમાં આવેલું છે. આ સરોવર સુધી પહોંચવા માટે પહાડીઓ વચ્ચે રસ્તો છે. એવું માનવામાં આવે છે કે કામરૂનાગ સરોવરના દ્રશ્યોને જોઇને થાક દૂર થઈ જાય છે. આ સ્થાન પર પથ્થરમાંથી બનાવવામાં આવેલી બાબાની મૂર્તિ છે.
બાબા વર્ષભરમાં ફક્ત એક જ વાર દર્શન આપે છે
દર વર્ષે જૂનમાં કામરૂનાગ મંદિરમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. આ વિશે સ્થાનિક લોકોનું કહેવું છે કે બાબા વર્ષભરમાં ફક્ત એક જ વાર દર્શન આપે છે. જૂન મહિનામાં બાબા પ્રકટ થાય છે. આના માટે જૂનમાં મેળાનું આયોજન કરવામાં આવે છે. આ અવસર મોટી સંખ્યામાં લોકો બાબાના દર્શન માટે આવે છે. આ દરમિયાન લોકો પોતાની મનોકામના પૂર્ણ થાય તે માટે સોના-ચાંદી અને રૂપિયાનું દાન કરે છે. માન્યતા છે કે અહીં સોના-ચાંદીના સિક્કા ચઢાવવાથી મનોકામનાઓ પૂર્ણ થઈ જાય છે.
કામરૂનાગ 3,334 મીટરની ઊંચાઈ પર આવેલું છે
કામરૂનાગ 3,334 મીટરની ઊંચાઈ પર આવેલું છે. કામરૂનાગ સરોવર ઉપરાંત મંદિર માટે પણ જાણીતુ છે. ધૌલાધાર રેન્જ અને બલ્હ ઘાટીનું દ્રશ્ય આ જગ્યાની પ્રાકૃતિક સુંદરતામાં વધારો કરે છે, જ્યારે દેવ કમરૂનાગ સરોવર અને મંદિર દેવદારના ગાઢ જંગલોથી ઘેરાયેલું છે. પૌરાણિક કથાઓ પ્રમાણે કમરૂનાગ મહાભારતના રાજા યક્ષ છે અને પાંડવો દ્વારા પૂજાતા હતા. રોહાંડાથી કમરૂનાગ સુધી લગભગ 6 કિમીના પહાડી રસ્તાને ચાલતા પાર કરવામાં ત્રણથી ચાર કલાક લાગે છે.