બ્રેક્ઝિટથી ભારતીયો માટે કસ્ટમ સ્ટાફની રોજગારીનું સર્જન થશે

0
97

બ્રેક્ઝિટ યુરોપ અને યુકે માટે ગમે તેવુ રહ્યુ હોય પરંતુ ભારતીયો માટે ફાયદાનો સોદો રહ્યો છે. યુકેની કંપનીઓ બ્રેક્ઝિટ પછી કસ્ટમ સંબંધિત દસ્તાવેજની કાર્યવાહી પૂર્ણ કરવા માટે બ્રિટનમાં કુશળ કસ્ટમ સ્ટાફની અછત ઉભી થઈ છે, તેથી આ કંપનીઓ સસ્તા વિદેશી કામદારોની શોધમાં છે. યુકેની કંપનીઓના આ વલણથી રોમાનિયા અને ભારત જેવા દેશોમાં નવી રોજગારી ઉભી થઈ શકે છે.

સેવાઓ માટેની વધતી માંગને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય કંપનીઓ માટે માલના પરિવહનનું કામકાજ સંભાળતી એક્સપેડિએટર પીએલસીએ રોમાનિયામાં કારીગરોની ભરતી શરૂ કરી છે. કંપનીના ગ્રુપ માર્કેટિંગ મેનેજર ડેવ ગ્લેડને જણાવ્યુ હતુ કે, આ દેશમાં યુરોપિયન સંઘના કસ્ટમ નિયમોના તજજ્ઞોની સારી એવી સંખ્યા છે. જે 2007માં બ્લોકમાં સામેલ થયુ હતું. જેનાથી ખૂબ ઓછા ખર્ચે સારા નિષ્ણાતો મળી રહ્યા છે. કારણકે યુકેમાં કસ્ટમ ક્લિયરન્સ પ્રતિનિધિઓનો પગાર ખૂબ વધારે છે.

મેટ્રો શિપિંગ લિ. યુકેની ટોચની રિટેલર્સ અને ઓટોમોટિવ કંપનીઓને માલનો સપ્લાય પૂરો પાડે છે. તેણે બ્રેક્ઝિટ સંબંધી દસ્તાવેજી કાર્યવાહી માટે ભારતના ચેન્નઈમાં વધારાના 17 સ્ટાફની ભરતી કરી હતી. ઇંગ્લેન્ડની કંપની બર્મિંગઘમમાં પણ વાર્ષિક રૂ. 1,20,000 વધારાની કસ્ટમ જાહેરાતો સંભાળી શકે છે.

મર્યાદિત ક્ષમતાના લીધે ઓગસ્ટમાં પણ બ્રેક્ઝિટમાટે નવા ક્લાયન્ટ લેવાનુ બંધ કરી ચૂકેલી મેટ્રોના બિઝનેસ ડેવલપમેન્ટ ડિરેક્ટર, ગ્રાન્ટ લિડેલે જણાવ્યુ હતુ કે, તે કવર કરવા માટે પર્યાપ્ત કૌશલ્ય નથી. યુકેમાં એક કર્મચારી રાખવાની કિંમતમાં તે ભારતમાં છથી સાત લોકોને નોકરી પર રાખી શકે છે. સરકાર માટે પણ કસ્ટમ એજન્ટની અછત મોટો પડકાર છે. જેના લીધે બ્રેક્ઝિટ, કોરોના મહામારી બાદ યુરોપિયન સંઘ સાથે વેપારમાં અડચણો આવી શકે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here