બ્રિટન-અમેરિકા સહિત અનેક દેશોમાં ભારતીયો ચૂંટણી લડી સફળ થયા

0
56

જાપાન, ઓસ્ટ્રેલિયા, કેન્યા અને ઇન્ડોનેશિયામાં પણ ચૂંટણી લડયા

– કમલા હેરિસ અમેરિકાના ઉપ પ્રમુખ બનશે જ્યારે ન્યુઝીલેન્ડમાં મૂળ કેરળની પ્રિયંકા રાધાકૃષ્ણન પ્રથમ ભારતીય મૂળની સાંસદ

વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક દેશ અમેરિકામાં ઉપ-પ્રમુખ બનીને ભારતીય માતા અને જમૈકન પિતાની પુત્રી કમલા હેરિસે ઇતિહાસ રચ્યો છે. 

નોંધપાત્ર બાબત એ છે કે ભારતીય મૂળના રાજકારણીઓ ભારત માટે રાષ્ટ્રવાદ અને સાંસકૃત્તિક ગૌરવની વાત હોઇ શકે, પરંતુ તેઓ ભાગ્યેજ  ભારતને ડિપ્લોમેટિક આૃથવા પોલિટિકલ માઇલેજ  આપી શકે છે.તેમની નીતિઓ જે તે દેશને અનુરૂપ જ હોય છે.તાજેતરમાં ન્યુઝિલેન્ડમાં પ્રિયંકા રાધાકૃષ્ણ ભારતીય મૂળના પ્રથમ સાંસદ -મંત્રી બન્યા હતા.

ઉપરાંત રિપબ્લીકન નેતા નીક્કી હેલી,કેનેડામાં વરિષ્ઠ મંત્રી હકજીત સજ્જન,બ્રિટનના ગૃહ મંત્રી ગુજરાતી મૂળના પ્રીતિ પટેલ, નાણા મંત્રી રિશી સુનાક,આયરલેન્ડના પ્રથમ ભારતીય-મરાઠી મૂળના વડા પ્રધાન લીઓ વારાડકર અને સિંગાપોરના વિરોધ પક્ષના નેતા પ્રિતમ સિંહ પણ ભારતીય મૂળના છે. 

નિક્કી હેલી:48 વર્ષના અમેરિકાના યુએન ખાતેના પૂર્વ એલચી 2024ની અમેરિકાના રિપબ્લીકન પક્ષના પ્રમુખપદના દાવેદાર મનાય છે.વહીવટી તંત્રમાં કેબિનેટ કક્ષાનો હોદ્દો મેળવનાર પણ તેઓ પ્રથમ ભારતીય મૂળના છે.

સાઉથ કેરોલિનાના પ્રથમ મહિલા ગવર્નર  તેમજ સૌથી નાની વયના ગવર્નર તરીકે પણ રહી ચૂક્યા છે.અમેરિકામાં કોઇ કાઉન્ટીના ગવર્નર બનનાર તેઓ માત્ર બીજા ભારતીય હતા.

પ્રિયંકા રાધાકૃષ્ણન: કેરળમાં જન્મેલા પ્રિયંકા રાધાકૃષ્ણને  ન્યુઝીલેન્ડની સંસદમાં પહેલું ભાષણ પોતાની માતૃભાષા મલયાલમમાં કર્યું હતું.41 વર્ષના પ્રિયંકા ન્યુઝીલેન્ડ ગયા તે પહેંલા સિંગાપોરમાં અભ્યાસ કરતા હતા. સપ્ટેમ્બર 2017માં લેબર પાર્ટી વતી તેઓ સંસદમાં ચૂટાયા હતા.

હરજીત સજ્જન: કેનેડામાં સૃથાયી થયેલા 50 વર્ષના હરજીત સજ્જન 2015માં પહેલા વાર કેનેડાની સંસદમાં  ચૂંટાયા હતા.તેઓ પાંચ વર્ષના હતા  ત્યારે પરિવાર સાથે કેનેડા આવી દક્ષિણ વાનકુવરમાં સૃથાયી થયા હતા.11 વર્ષ સુધી તેમણે વાન કુવર પોલીસ વિભાગમાં સેવા બજાવી હતી.

પ્રિતી પટેલ: 48 વર્ષના ગુજરાતી મૂળના પ્રિતી પટેલને 2019માં બ્રિટનના ગૃહ મંત્રી તરીકે પસંદ કરાયા હતા. અગાઉ તેઓ જુલાઇ 2014થી મે 2915 સુધી બ્રિટનના નાણા મંત્રી હતી. નવેમ્બર 2013માં યુકેના તત્કાલિન વડા પ્રધાન ડેવિડ કેમેરૂને તેમને યુકે-ઇન્ડિયા ડાયસ્પોરાના પ્રથમ ચેરમેન બનાવ્યા હતા.

રિશી સુનક:  બ્રિટનના નાણા મંત્રી સુનકને ચાલુ વર્ષના ફેબ્રૂઆરીમાં જ મંત્રી બનાવવામાં આવ્યા હતા. તેઓ કન્ઝર્વટિવ પક્ષના સાંસદ છે.

લીઓ વારાડકર: મૂળ મુંબઇના અશોક વારાડકરના પુત્ર લીઓ વારાડકર  આયરલેન્ડના પ્રથમ સમલૈંગિક વડા પ્રધાન બન્યા હતા. તેઓ મૂળ મહારાષ્ટ્રીયન છ.તેમના માતા આયરલેન્ડ હતા અને પિતા મરાઠી. આ ઉપરાંત દક્ષિણ આફ્રિકામાં જેકબ જુમાના મંત્રી મંડળમાં  મેગી ગોવિન્દર પણ પ્રધાન પદે રહ્યા હતા.

કેનેડામાં દોસાંજ તો મંત્રી હતા જ તે ઉપરાંત 36 ભારતીય મૂળના લોકો રાજકારણમાં ઝંપલાવી સાંસદ કે વિધાનસભાના સભ્ય બન્યા હતા.  તો ફીઝીમાં 37, ઓસ્ટ્રેલિયામાં બે, જાપાનમાં એક,મોરિશિયસમાં 15, ન્યુઝીલેન્ડમાં 6,ટાન્ઝાનિયામાં 16, કેનિયામાં  4 અને ઇન્ડોનેશિયામં 24 ભારતીય મૂળના લોકો કાંતો સાંસદ આૃથવા એમએલએ કે પછી મંત્રી પણ બન્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here