બ્રિટનમાં આજથી વેક્સિનેશનનો આરંભ, પણ ક્રિસમસ પહેલાં માંડ આઠ લાખ ડોઝ શક્ય

  0
  35

  બ્રિટનમાં મંગળવારથી કોવિડ-૧૯ સામે ઇતિહાસની સૌથી મોટી વેક્સિનેશન ચળવળનો આરંભ થઇ રહ્યો છે જે સાથે કોરોનાને પરાસ્ત કરવાની સ્પર્ધાનો આરંભ થશે, તેમ ઇંગ્લેન્ડમાં હોસ્પિટલ્સ અને ટ્રસ્ટ્સનું પ્રતિનિધિત્વ કરતા ગ્દઁજી પ્રોવાઇડર્સના ચીફ એક્ઝિક્યુટિવ ક્રિસ હોપસને જણાવ્યું હતું.

  ફાઇઝરની રસીની પ્રથમ બેચનું બ્રિટનમાં આગમન થઈ ગયું છે. આમ તો આગામી સપ્તાહે નવા શિપમેન્ટ્સ, નવા વર્ષ અગાઉ મિલિયન્સ ડોઝની આશા છે. જોકે હોપસન દ્વારા એવો ભય વ્યક્ત થઇ રહ્યો છે કે આઠ લાખ ડોઝની પ્રથમ બેચ આવી છે તેનાથી જ થોડા સમય માટે સંતોષ માનવો પડશે, નવા વર્ષ અગાઉ ૧૦ લાખ ડોઝ ઉપલબ્ધ નહીં થઇ શકે. કેર હોમ્સના રેસિડેન્સને કેટલાક દિવસોની અંદર રસીનો ટીકો આપી દેવાશે. બ્રિટનને મિલિયન્સ ડોઝની આશા છે ફાઇઝરે જણાવ્યું છે કે તે વર્ષના અંતે  ૧૦ કરોડ રસીના ડોઝના લક્ષ્યાંકથી અડધી ૫ કરોડ રસી ડિસ્ટ્રિબ્યૂટ કરી શકશે.

  રસીનો ભારે બગાડ થવાની સંભાવના

  ફાઇઝર રસી હાલમાં ૯૭૫થી ૪૮૭૫ ડોઝના પેકમાં આવે છે, જેને ટ્રાન્સપોર્ટ થયાના છ કલાકની અંદર રેફ્રિજરેટેડ હોવા છતાં વાપરી નાખવા પડે છે. ઘણા કેર હોમ્સમાં માંડ ડઝન જેટલા રેસિડેન્ટ્સ છે તેથી ભારે માત્રામાં રસીનો બગાડ થવાની સંભાવના છે.  ક્રાઇમ સિન્ડિકેટ્સ માટે કોરોનાની રસી લિક્વિડ ગોલ્ડબ્રિટનમાં ફાઇઝરની રસીના પ્રથમ બેચના આગમન સાથે ટોપ સિક્રેટ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, યૂરો ટનલ્સ મારફત અનમાર્ક ટ્રક્સમાં હજારો ડોઝની ડિલિવરી હાથ ધરવામાં આવી હતી. અધિકારીઓને ભય હતો કે અસામાજિક તત્ત્વોની ટોળીઓ સપ્લાયને હાઈજેક કરી શકે અથવા તો તેને નુકસાન કરી શકે. ઇન્ટરપોલે પણ ચેતવણી આપી દીધી છે કે ક્રાઇમ સિન્ડિકેટ્સ કોરોનાની રસીને લિક્વિડ ગોલ્ડ તરીકે જોઈ રહી છે. જાસૂસી તંત્ર દ્વારા રસીની સપ્લાય પર બારીક નજર રાખવા માટે સેન્ટ્ર્લ મોનિટરિંગ સ્ટેશન બનાવવામાં આવ્યું છે અને ૧૪ હજાર સૈનિકોને સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here