બોલિવૂડ સેલેબ્સના સંબંધો:સના ખાનથી પ્રિટી ઝિન્ટા સુધી, આ સેલેબ્સે ગ્લેમર વર્લ્ડથી દૂર અન્ય ફિલ્ડ સાથે જોડાયેલાને લાઈફ પાર્ટનર બનાવ્યા

    0
    1

    બોલિવૂડમાં એવા ઘણાં સેલેબ્સ છે, જેમણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં જ પોતાનો પ્રેમ મળ્યો હોય અને લગ્ન કર્યાં હોય. જોકે, એવા પણ સેલ્બસ છે, જેમણે બોલિવૂડથી દૂર અન્ય પ્રોફેશનના વ્યક્તિ સાથે લગ્ન કર્યાં છે. આજે આપણે આવા જ કેટલાંક સેલેબ્સ અંગે વાત કરીશું.

    સના ખાન

    સના ખાને ઓક્ટોબરમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો. ત્યારબાદ તેણે સુરતના મુફ્તી અનસ સૈય્યદ સાથે નિકાહ કર્યાં. લગ્ન પહેલાં સનાના સંબંધો કોરિયોગ્રાફર મેલ્વિન લુઈસ સાથે હતાં.

    શાહિદ કપૂર

    પ્રિયંકા ચોપરા, વિદ્યા બાલન, કરીના કપૂર સાથે શાહિદનું નામ જોડાઈ ચૂક્યું છે. જોકે, તેણે દિલ્હીની મીરા રાજપૂત સાથે લગ્ન કર્યાં છે. બંનેએ 2015માં એરેન્જ મેરેજ કર્યાં હતાં. હવે તો તેઓ બે બાળકોના પેરેન્ટ્સ છે. મીરા રાજપૂત હાઉસવાઈફ છે.

    મિલિંદ સોમન​​​​​​

    મિલિંદે 2017માં પોતાનાથી 25 વર્ષ નાની પ્રેમિકા અંકિતા કંવર સાથે લગ્ન કર્યાં હતાં. દિલ્હીની અંકિતાનું સાચું નામ સુકુસ્મિતા કંવર છે. 2013માં તેણે એર એશિયામાં કેબિન ક્રૂ એક્ઝિક્યૂટિવ તરીકે કામ કર્યું હતું. મિલિંદ સોમનના આ બીજા લગ્ન છે. જુલાઈ, 2006માં ફ્રેંચ એક્ટ્રેસ સાથે લગ્ન કર્યાં હતાં. જોકે, ત્રણ વર્ષ બાદ બંનેના ડિવોર્સ થઈ ગયા હતા. શહાના ગોસ્વામી સાથે મિલિંદનું અફેર હતું. આ ઉપરાંત મધુ સપ્રે સાથે પણ મિલિંદના સંબંધો રહ્યાં હતાં.

    માધુરી દીક્ષિત

    80-90ના દાયકામાં ચાહકોના દિલ પર રાજ કરનાર માધુરી દીક્ષિતે 1999માં લોસ એન્જલસમાં રહેતા કાર્ડિયોવેસ્કુલર સર્જન શ્રીરામ નેને સાથે લગ્ન કર્યાં હતાં. બંનેના લગ્નને હવે તો 21 વર્ષ થઈ ગયા છે. બંનેને બે દીકરાઓ એરિન તથા રેયાન છે.

    પ્રિટી ઝિન્ટા

    પ્રિટી ઝિન્ટાએ પોતાની ઉંમરથી 10 વર્ષ નાના અમેરિકન સિટીઝન જીન ગુડઈનફ સાથે લગ્ન કર્યાં છે. 29 ફેબ્રુઆરી, 2016ના રોજ લોસ એન્જલસમાં લગ્ન કર્યાં હતાં. લગ્નના છ મહિના બાદ પ્રિટી તથા જીનની વેડિંગ તસવીરો સામે આવી હતી.

    મીનાક્ષી શૈષાદ્રી

    બોલિવૂડને અલવિદા કહેનાર મીનાક્ષીએ હરીશ મૈસુર નામના બેંકર સાથે લગ્ન કર્યાં છે. આ લગ્ન ન્યૂ યોર્કમાં રજિસ્ટર કરવામાં આવ્યા હતા. લગ્ન બાદ બંને ટેક્સાસમાં રહે છે. મીનાક્ષી તથા હરીશને બે સંતાનો છે, જેમાં દીકરી કેન્દ્રા તથા પુત્ર જોશ છે.

    જ્હોન અબ્રાહમ

    બિપાશા બાસુ સાથે આઠ વર્ષ સુધી લિવ ઈનમાં રહ્યાં બાદ જ્હોન એક્ટ્રેસ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. બિપાશાથી અલગ થઈને જ્હોને બેંકર પ્રિયા રૂંચાલ સાથે 2014માં લગ્ન કર્યાં હતાં.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here