બોલિવૂડ અભિનેતા અમિત સાધે સુશાંતસિંહ રાજપૂતને લઈને આપ્યું અજીબ નિવેદન, કહ્યું તેના મોતથી દુઃખી…

0
57

બોલિવૂડ અભિનેતા (Bollywood Actor) અમિત સાધ(Amit Sadh)નું માનવું છે કે સુશાંત સિંહ રાજપૂત(SushantSingh Rajput) જેવા તેજસ્વી સ્ટારના અચાનક મૃત્યુથી પ્રભાવિત થવું માનવીય છે. તાજેતરમાં બનેલી એક ઘટનાને યાદ કરીને અમિતે ફરી એકવાર સુશાંત પ્રત્યેની લાગણી વ્યક્ત કરી છે.

અમિત સાધને આવી સુશાંતસિંહની યાદ

તેમણે કહ્યું, ‘કુલ્લુથી મુંબઇ જઇ રહેલી મારી તાજેતરની ફ્લાઇટમાં, મારી ટિકિટનો સીરીયલ નંબર એસએસઆર હતો. મેં તરત જ તેની નોંધ લીધી નહીં અને પછી મને સમજાયું કે આ નંબર ફક્ત મને જ મળ્યો છે. મને લાગે છે કે કોરોના વાયરસ (Corona Virus) પછી ઈન્ડસ્ટ્રી બદલાઈ ગઈ છે અને તેની (સુશાંત) મૃત્યુ પછી પણ તેની અસર થઈ છે. હું આશા રાખું છું કે આપણે તેનાથી અસરગ્રસ્ત થઈશું, કારણ કે જો આપણે આથી પ્રભાવિત નહીં થયા હોઇએ તો આપણે મનુષ્ય નથી અને જો આપણે મનુષ્ય નથી તો આપણને મનુષ્ય વિશેની વાર્તાઓ ન કહેવી જોઈએ.

‘કાઈ પો ચે’ માં સુશાંત સાથે કર્યું કામ

અમિતે સુશાંત સાથે 2013માં રિલીઝ થયેલી ફિલ્મ કાઈ પો ચે‘ માં કામ કર્યું છે. અભિષેક કપૂરની આ ફિલ્મ બંને અભિનેતાઓ માટે એક મહત્વપૂર્ણ મોડ સાબિત થઈ.

અમિતે અભિષેક સાથે કામ કર્યું

અમિત તાજેતરમાં એમેઝોન પ્રાઈમ વેબ સિરીઝ ‘બ્રેથ: ઈન્ટુ ધ શેડો’માં દેખાયો છે. અભિષેક બચ્ચન સાથે કામ કરવાની તેમની શ્રેષ્ઠ યાદોને પણ શેર કરી. તેમણે અભિષેકને એક મહાન વ્યક્તિત્વ તરીકે વર્ણવ્યું. અમિતે કહ્યું, ‘તે મારા વરિષ્ઠ છે, પરંતુ કામ કરવું ખરેખર સારું હતું. જો કે, અમારા પાત્રોમાં મુશ્કેલીઓ હતી અને અમે સેટ પર એટલી મસ્તી કરી શકી નહીં, પરંતુ તે એક મહાન વ્યક્તિ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here