બોલવૂડ અભિનેતા અર્જુન રામપાલના ઘરે NCBના દરોડા, ડ્રાઇવરની અટકાયત

0
59

સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ શરુ થયેલી તપાસમાં ડ્રગ્સ એંગલ સામે આવ્યા બાદ તેની તપાસમાં નવા નવા ખુલાસા થઇ રહ્યા છે. આ કેસની તપાસમાં જ સોમવારે બોલિવૂડ અભિનેતા અર્જૂન રામપાલના ઘરે NCBએ દરોડા પાડ્યા છે. એનસીબીની એક ટિમે અર્જૂન રામપાલના મુંબઇ સ્થિત ઘર અને ઓફિસમાં સર્ચ ઓપરેશન ચલાવ્યું હતું. મળતી માહિતિ પ્રમાણે NCBને સૂચના મળી હતી કે અર્જુન રામપાલના ઘરે ડ્રગ્સ છે, ત્યારબાદ NCB દ્વારા દરોડા પાડવામાં આવ્યા. 

NCBના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અર્જુન રામપાલના જણાવ્યા પ્રમાણે અર્જુનના ડ્રાઇવરની અટકાયત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે બોલિવૂડ ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં ઘણી મોટી હસ્તીઓના નામ પણ સામે આવ્યા છે. આ પહેલા NCBએ ડ્રગ્સ રાખવા અને તેના વેચાણ કરવાના અપરાધમાં અર્જુન રામપાલની ગર્લફ્રેન્ડ ગ્રેબીએલા ડ્રિમેટ્રીએટ્સના ભાઇ અગિસિયાલોસને ફરી વખત અટકાયતમાં લીધો હતો. તો આ સિવાય ધર્મા પ્રોડક્શનના પૂર્વ એક્ઝ્યુકેટિવ પ્રોડ્યુસર ક્ષિતિજ પ્રસાદની પણ અટકાયત કરી છે.

તો રવિવારે NCBએ બોલિવૂડ પ્રોડ્યુસર ફિરોજ નડિયાદવાલાના ઘરે પણ દરોડા પાડ્યા હતા. આ દરોડા પણ ડ્રગ્સ કેસ સાથે જ જોડાયેલા હતા. એવા પણ સમાચાર છે કે ફિરોજના ઘરેથી NCBને ડ્રગ્સ મળ્યા પણ છ. જો કે આ દરોડાના સમયે ફિરોજ નડિયાદવાલા ઘરે હાજર નોહોતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here