બેરોજગાર ગુજરાત / સરકારને રેલીઓ નથી નડતી પણ ચૂપચાપ ઉપવાસ પર ઉતરેલા 99 વિદ્યાર્થીઓ વિરૂદ્ધ ગુનો નોંધ્યો

0
42

ગુજરાત સરકારને ભાજપના નેતાઓના અને મંત્રીઓના ટોળા ટપ્પા, કાર્યક્રમો નથી દેખાતા પણ તેમને સામાન્ય માણસની નાની અમથી વાત પણ દેખાઈ જાય છે ત્યારે ગાંધીનગરમાં ઘમાસાણ મચ્યુ છે.

  • GPSC, SRPના ઉમેદવારોનું આંદોલન
  • 99 ઉમેદવારો સામે ગુનો દાખલ કરાયો
  • સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં કરી રહ્યાં હતા આંદોલન

બેરોજગારી દિવસેને દિવસે વધી રહી છે અને એમાંય શિક્ષિત બેરોજગારીએ તો ગુજરાતની કમર ભાંગી નાંખી છે એવામાં કોરોનાની મહામારી અને લોકડાઉને લોકોની આર્થિક હાલત ભૂંડી કરી મૂકી છે. ત્યારે ગાંધીનગરમાં કેટલાક વિદ્યાર્થીઓનું આંદોલન કરવું સરકારને નહોતુ ગમ્યુ અને તેમની અટકાયત કરી ધરપકડ કરવામાં આવી હતી. 

ગાંધીનગર ખાતે GPSC, SRPના ઉમેદવારોનું આંદોલન ઉગ્ર બન્યુ છે. આંદોલન કરી રહેલા ઉમેદવારો સામે ગુનો દાખલ કરાયો છે. 99 ઉમેદવારો સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે. જાહેરનામા ભંગ અને એપેડમિક ડિસિઝ એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ વિસ્ટા ગાર્ડનમાં ઉમેદવારો આંદોલન કરી રહ્યાં હતા. 5 દિવસથી ઉમેદવારો આંદોલન કરી રહ્યાં છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here