બિઝનેસ:સોના-ચાંદીમાં ઝડપી ઘટાડો, વૈશ્વિક સોનું $75 ઘટી 1875 અંદર,ચાંદી 5 ટકા તૂટી

0
83

સોનું 1960 ડોલર, ચાંદી 26 ડોલર નજીક સરક્યા બાદ મોડીરાત્રે ઝડપી તૂટ્યાં

બુલિયન માર્કેટમાં તેજીના વળતા પાણી થયા છે. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું વધી 1960 ડોલરની સપાટી પહોંચ્યા બાદ મોડીરાત્રે ઝડપી 75 ડોલરથી વધુનો ઘટાડો થઇ લખાય છે ત્યારે 1878 ડોલર બોલાઇ રહ્યું છે. જ્યારે ચાંદીમાં પણ સરેરાશ 5 ટકાની મંદી સાથે 24.25 ડોલર બોલાવા લાગી છે. બાઇડેનની નવી માર્કેટ માટેની સ્ટ્રેટેજી કેવી રહે છે તેના પર બજારનો આધાર રહેલો છે. ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયો વધુ 7 પૈસા તૂટી 74.15 પહોંચ્યો છે જેના કારણે અમદાવાદ ખાતે સોનું 100ના નજીવા સુધારા સાથે રૂ.54100ના સ્તરે પહોંચ્યું છે. જ્યારે ચાંદીમાં 2000ની ઝડપી તેજી થતા રૂ.66000 પહોંચી છે.

આંતરરાષ્ટ્રીય બજારમાં ચાંદી 26 ડોલરની સપાટી ઉપર ટકી શકતી નથી જેના કારણે બજારમાં ટ્રેન્ડ હજુ નરમ જણાઇ રહ્યો છે. એનાલિસ્ટોના મતે સપ્તાહમાં ચાંદી 26.30-26.70 ડોલરની સપાટી ઉપર બંધ આપે તો જઝડપી 27.70-28.30 ડોલર સુધી પહોંચી શકે છે. જ્યારે નીચામાં ફરી 23.70 ડોલર સુધી જઇ શકે છે. અમેરિકામાં બાઇડેનની જીત થઇ છે હવે ટેક્સ, વ્યાજદર મુદ્દે ફેરફાર કેવા લાવે છે તેના પર બજારનો મુખ્ય આધાર રહેલો છે. જોકે, તાજેતરમાં ફેડરલ રિઝર્વની મળેલી બેઠકમાં વ્યાજદર શુન્ય જાળવી રાખ્યો છે આગળ જતા હજુ શુન્ય સ્તરે યથવાત રાખશે તેવા અહેવાલ, સ્ટીમ્યુલસ પેકેજની જાહેરાત અને હેજફંડો-સેન્ટ્રલ બેન્કોની ખરીદીના સપોર્ટથી બજારને તેજીનો સપોર્ટ મળી રહેશે.

મુંબઇ ખાતે સોનું વધી 52420 અને ચાંદી 68000ની સપાટી કુદાવી 68052 ક્વોટ થવા લાગી છે. હાજર બજારની સાથે વાયદામાં પણ તોફાની તેજી જોવા મળી હતી. એમસીએક્સ ખાતે ડિસેમ્બર વાયદો ઝડપી ઉંચકાઇ 52167 પહોંચ્યા બાદ મોડી રાત્રે ફરી ઘટી 50000 આસપાસ ક્વોટ થઇ રહ્યો છે. જ્યારે ચાંદી 65335 પહોંચ્યા બાદ ઘટીને 61995 ક્વોટ થઇ રહી છે. ફંડામેન્ટલ ઘટાડા તરફી સાંપડી રહ્યાં છે.

સોનામાં ખરીદી માટે ઉત્તમ સમય: નિષ્ણાતો
સલામત રોકાણ એવા સોનામાં હજુ ખરીદી માટે ઉત્તમ સમય છે. 58400ના રેકોર્ડ સ્તરથી સોનું હજુ સરેરાશ 4000 નીચું છે. આગામી સમયમાં જિયો પોલિટીકલ ઇશ્યુ, કોરોના મહામારીના સેકન્ડ રાઉન્ડની શરૂઆત, મોટા ભાગના દેશોમાં ફરી લોકડાઉનની ભીતિના કારણે સોના-ચાંદીમાં તેજીના સંકેતો મળી રહ્યાં છે. સોનું 2021ના પહેલા છ માસીક ગાળામાં નવી ટોચ બતાવશે જ્યારે ચાંદી પણ ઉછળી રેકોર્ડ સપાટીએ આંબે તેવું બૂલિયન એનાલિસ્ટોનું કહેવું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here