બાવાના બેય બગડયા, પ્રવિણ મારૂને પક્ષપલ્ટો કરવો પડ્યો ભારે, BJPએ ટિકિટ જ ના આપી

0
127

ગુજરાતમાં કોરોના મહામારીનાં કહેર વચ્ચે ગુજરાતની 8 વિધાનસભાની સીટ માટે પેટા ચુંટણીનો ધમધમાટ શરુ થઈ ગયો છે. જેમાં સૌરાષ્ટ્રની મહત્વની બેઠક ગઢડા છે. ગઢડા બેઠક કયારેક ભાજપ તો કયારેક કોગ્રેસનો ગઢ બની રહી છે. હાલમાં ગઢડા બેઠક પર પેટાચૂંટણી યોજાઈ રહી છે. આ બેઠક પર ફરી ભાજપે આત્મારામ પરમારની પસંદગી કરી છે.

ગઢડામાં બીજેપી તરફથી ફરી જૂના જોગીને ટિકિટ આપવામાં આવી છે. ગઢડા બેછકના બીજેપીના ઉમેદવાર આત્મારામ માકનભાઈ પરમારને સૌરાષ્ટ્રના દલિત નેતા તરીકે ઓળખવામાં આવે છે. તેઓ ગઢડાના ધારાસભ્ય ચુંટાયા હતા. તેઓ 2012માં ગઢડા બેઠકથી ચુંટણી જીત્યા હતા. આત્મારામ પરમાર સામાજીક ન્યાય મંત્રી રહી ચૂક્યા છે સાથે જ ડેપ્યુટી સ્પીકર પણ રહી ચુકયા છે. તેઓ ગઢડાથી 2 વાર ચૂંટણી હારી ચુકયા છે. 2002 અને 2007માં તેમને હારનો સામનો કર્યો હતો.

બોટાદ જિલ્લાના ગઢડા બેઠક પર કયારેક ભાજપ તો કયારેક કોગ્રેસ હાવી રહી છે. 2017માં કોગ્રેસના પ્રવિણ મારુએ ભાજપ સરકારના પૂર્વ મંત્રી અને દલિત નેતા આત્મારામ પરમારને હરાવ્યાં હતા. બાદમાં પ્રવિણ મારુએ પક્ષપલ્ટો કરીને ભાજપમાં કેસરિયો કરતાં હવે પેટાચુંટણી યોજાઈ રહી છે હવે ફરી આત્મારામ પરમાર ચુટંણી લડી રહ્યાં છે.

2017માં કોગ્રેસના પ્રવિણ મારુને 69457 મત તો ભાજપના ઉમેદવાર આત્મારામ પરમારને 60033 મત મળ્યાં હતાં તો 2007 અને 2012માં આત્મારામ પરમારે કોગ્રેસના પ્રવિણ મારુને હરાવ્યાં હતાં. જો કે ગઢડા બેઠક પર ભાજપના આત્મારામ પરમાર 1995થી ચૂંટણી લડી રહ્યાં છે અને જીતતા આવ્યાં છે તો પ્રવિણ મારુ 2002થી આ સીટ પર 2 વાર જીતી ચુકયા છે .આ વખતે પક્ષ પલટુ કરનારા પ્રવિણ મારુને ભાજપે ટિકિટ આપી નથી.

હાલમાં ગઢડા બેઠક પર ભાજપે તો ઉમેદવારની પસંદગી કરી દીધી પણ કોગ્રેસે સત્તાવાર ઉમેદવારની જાહેરાત કરી નથી. ભાજપે જૂના જોગીને મેદાનમાં ઉતાર્યા છે તો કોગ્રેસ માટે નવા ચહેરાને અંહી ઉતારવા સિવાય કોઈ બીજો રસ્તો બાકી રહ્યો નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here