બારબોરા ક્રેજેસિકોવા ત્રણ વર્ષ બાદ કોઇ ટૂર્નામેન્ટની અંતિમ-૪માં પ્રવેશી

0
65

ટોચની ક્રમાંકિત આર્યના સબાલેન્કોએ તેની હરીફ ઈજાગ્રસ્ત થવાના કારણે ઉપર ઓસ્ટ્રિયા લેડીઝ લિન્ઝ ઓપન ટેનિસ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પ્રવેશ કરી લીધો હતો.

ફ્રેન્ચ ક્વોલિફાયર ઓસિને ડોડિન મેચમાં ૬-૩, ૩-૩થી પાછળ હતી ત્યારે સર્વિસ કર્યા બાદ દિશા બદલવાના પ્રયાસમાં લપસી પડી હતી અને તેને જમણા પગમાં ઈજા થઈ હતી. ડોડિને કોર્ટ ઉપર તાત્કાલિક મેડિકલ ટ્રિટમેન્ટ આપવામાં આવી હતી પરંતુ તેણે મુકાબલાને પડતો મૂકવાનો નિર્ણય કર્યો હતો. તેને વ્હિલચેર દ્વારા કોર્ટની બહાર લઈ જવામાં આવી હતી.

સબાલેન્કો સેમિફાઇનલમાં બારબોરા ક્રેજેસિકોવા સામે રમશે. સિંગલ્સની બીજી સેમિફાઇનલમાં બીજી ક્રમાંકિત એલિસ મર્ટેન્સ અને એક્ટરિના એલકઝાન્ડ્રોવ વચ્ચે મુકાબલો થશે. વિમેન્સ વર્લ્ડ સિંગલ્સમાં ૧૧મો ક્રમાંક ધરાવતી સબાલેન્કો ચાલુ વર્ષે દોહા તથા ઓસ્ટ્રાવા ઓપનનું ટાઇટલ જીતી ચૂકી છે. જો તે આ ટાઇટલ જીતશે તો ૨૦૨૦ની સિઝનમાં સિમોના હાલેપે જીતેલા ત્રણ ટાઇટલની બરોબરી કરશે. ક્રેજેસિકોવાએ એલિકસાન્દ્રા સાસનોવિચ સામે ૬-૩, ૬-૧થી વિજય હાંસલ કરી હતી. તે ત્રણ વર્ષ બાદ કોઈ ટૂર્નામેન્ટની સેમિફાઇનલમાં પહોંચી છે. એલિસ મર્ટેન્સે સિઝનમાં સતત ૩૩મો વિજય હાંસલ કરીને વેરોનિકા કુદેરમેતોવાને ૬-૪, ૬-૧થી હરાવી હતી. બે વર્ષ પહેલાં લિન્ઝ ઓપનની ફાઇનલ રમનાર એલેકઝાન્ડ્રોવે ફ્રેન્ચ ઓપનની સેમિફાઇનાલિસ્ટ નાદિયા પોડોરોસ્કાને ૬-૨, ૬-૧થી હરાવીને અંતિમ-૪માં સ્થાનમેળવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here