– પોતાનું શરીર બરાબર ચોખ્ખું છે કે નહિ તે જોવા માટે દરેક પંખી જોઈ શકે તેના માટે જ પોપટે અરિસો રાખ્યો હતો. આથી બધા પંખી પોતાનું શરીર ચોખ્ખુ છે કે નહિ તે અરિસામાં જોઈ લેતા હતા
પી ટું પોપટે પક્ષીઓને ભણાવવા માટે જંગલમાં એક નિશાળ ખોલવાનું નક્કી કર્યું. એટલે તેને બધાં પક્ષીઓની મિટિંગ બોલાવી તેમાં કબૂતર, કાગડો, કાબર, ચકલી મોર, કોયલ, સુગ્રી, લક્કડખોદ વિ. અનેક પક્ષીઓ આવ્યા પીટું પોપટે એક શાળા ખોલવાનો વિચાર જાહેર કર્યો. બધાએ એકી અવાજે વધાવી લીધો.
શાળા એક સુંદર તળાવ પાસે ઘેઘૂર વડલા નીચે ચાલુ કરી. સુઘરી અને લક્કડ ખોદને નિશાળ ફરતે વાડ બાંધવાનું કામ સોંપવામાં આવ્યું. મોરને અરિસો ગોઠવવાનું તથા પાણીની વ્યવસ્થાનું કામ સોંપવામાં આવ્યું. શાળા સુંદર રીતે ચાલવા લાગી.
પીટું પોપટ પંખીઓને સુંદર વાર્તા, ગીત, રમતગમત શીખવવા ઉપરાંત ચોખાઈ રાખવાનું શીખવતો હતો.
પોતાનું શરીર બરાબર ચોખ્ખું છે કે નહિ તે જોવા માટે દરેક પંખી જોઈ શકે તેના માટે જ પોપટે અરિસો રાખ્યો હતો. આથી બધા પંખી પોતાનું શરીર ચોખ્ખુ છે કે નહિ તે અરિસામાં જોઈ લેતા હતા.
એક દિવસની વાત છે કેતકી કોયલે પોતાની સ્લેટમાં ૨નો આંક એટલે બગડો લખ્યો. પાટીમાં લખી કોયલ પોતાનું શરીર જોવા માટે પેલા અરીસા સામે ઉભી રહી.
બરાબર આ જ વખતે કાળું કાગડો અરિસા પાસે આવ્યો તેની નજર અરિસામાં પડી. અરિસામાં કોયલે પાટીમાં લખેલ તેનું પ્રતિબિંબ પડતું હતું.
અરિસામાં જોઈને તેણે કોયલને પૂછ્યું ‘અરે કોયલબહેન આ શું ? તમે પાટીમાં છગડો લખ્યો છે. તો શું તમને ૬, છ સુધી લખતાં આવડી ગયું ?’
કોયલે કહ્યું ‘ના કાગડાભાઈ મેં પાટીમાં છગડો ક્યાં લખ્યો છે ? મેં તો બગડો જ લખ્યો છે.’
‘તું ખોટું બોલે છે તે છગડો જ લખ્યો છે. તું છાનીમાની શીખીને મારાથી આગળ નીકળી ગઈ છે કેમને ? કાગડાએ કહ્યું :’
‘ના મેં બગડો જ લખ્યો છે’ કોયલે કહ્યું :
કજીયાખોર કાગડાએ કહ્યું ‘ના,ના, તે છગડો જ લખ્યો છે ‘
પછીતો બગડા અને છગડાની વાતમાં બન્ને ઝગડી પડયા. કાગડો તો કોયલ સાથે મારા મારી કરવા તૈયાર થઈ ગયો. તે લડવામાં કોયલ કરતાં કુશળ અને બળવાન હતો.
કોયલ કાગડાની તાકાત જાણતી હતી. એટલે સમયસૂચકતા વાપરી તે ઉડીને સીધી પોપટ પાસે જઈ ફરિયાદ કરી. પોપટ તે વખતે બીજા પક્ષીઓને કંઈક સમજાવતો હતો. પોપટે બીજા પક્ષીઓને રવાના કર્યો, તેને કોયલને પૂછ્યું તમારે બંનેને શાની તકરાર છે ?
ત્યાં તો કાગડો બોલી ઉઠયો. આ કોયલે તેની પાટીમાં છગડો લખ્યો હતો. એટલે મેં તેને પૂછ્યું કે ‘તને છ સુધી લખતા આવડી ગયું ! ત્યારે તેણે મને જવાબ આપ્યો કે તેણે બગડો જ લખ્યો છે.’
પોપટે પાટી હાથમાં લીધી અને અંદર લખેલો બગડો જોયો. તેણે તરત જ કાગડાને પાટી બતાવીને પૂછ્યું જો આ શું લખ્યું ?’બગડો કે છગડો ?’ બગડો’ કાગડાએ પાટીમાં જોઈને જવાબ આપ્યો. પોપટ- પાટીમાં કોયલે છગડો લખ્યો છે એવું તે શાથેી કહ્યું, હવે કાગડાભાઈ ગભરાયા, અને બોલ્યો ‘મેં અરિસામાં પાટીમાં લખેલું જોયું હતું એટલે મને છગડો વંચાયો.’
પોપટ : બરાબર. પરંતુ અરિસામાં તને દેખાયો એ છગડો હતો એ તે કેવી રીતે જાણ્યું ? કોયલને છગડો લખતાં આવડતું પણ નથી. બોલ સાચો જવાબ આપ.
કાગડો : હું તો ઘેર દસ સુધી લખતા શીખ્યો છું. એટલે મને છગડાની ખબર છે. છેવટે કાગડાએ સાચી વાત કહી દીધી.
પોપટ : તું દસ સુધી શીખ્યો તે તો સારી વાત છે. પણ તારે બીજાઓને વધુ શીખવામાં મદદ કરવી જોઈએ. તેના બદલે તે કોયલ સાથે તકરાર કરી. તે સારું ન કહેવાય.
કાગડાની લુચ્ચાઈ આમ પકડાઈ ગઈ, તેણે પોતાની ભૂલ કબૂલ કરી.