બંધમાં બજારો ખુલ્લા રાખવા ભાજપે એડીચોટીનું જોર લગાવ્યું

0
74

કોરોનામાં કરફ્યૂ છતાં બજારોમાં ભીડ માટે ધમપછાડા

– કમલમ્માંથી વેપારી મંડળો,મહાજનો,એપીએમસી-માર્કેટયાર્ડના હોદ્દેદારોને ફોન કરી રાજકીય દબાણ કરાયું

ભારત બંધના એલાનને સફળ ન થાય તે માટે ભાજપે ભરપૂર પ્રયાસો હાથ ધર્યા હતાં. એટલું જ નહીં, બંધ  સફળ થાય તો સરકાર-સંગઠનની રાજકીય બદનામી થાય પરિણામે બંધ દરમિયાન સમગ્ર ગુજરાતમાં બજારો ખુલ્લા રહે તે માટે ભાજપે ખાસ રણનીતિ ઘડી કાઢી હતી. તેમાં ય ભાજપના ધારાસબ્યોને તો મત વિસ્તારમાં બંધની જરાયે અસર ન વર્તાય તે માટે કમલમથી ખાસ સુચના અપાઇ હતી. 

એક બાજુ, કોરોનાનું સંક્રમણ વધતાં કરફયુ લાદનાર સરકાર અને ભાજપે જાણે બજારો ખુલ્લા રહે તે માટે રીતસર અભિયાન છેડયુ હતું. સૂત્રોના મતે, કમલમમાંથી વેપારી મંડળો, મહાજનો, વિવિધ વેપારી એસોસિએશન ઉપરાંત એપીએમસી- માર્કેટયાર્ડના હોદ્દેદારોન ફોન કરીને બજારો,ફેકટરી,કારખાના, ઓફિસો ચાલુ રહે તે માટે ફોન કરી રાજકીય દબાણ કરવામાં આવ્યુ હતું.

આ ઉપરાત ધારાસભ્યો, સાસદો ઉપરાંત મ્યુનિ.કોર્પોરેટરોને ય પોતાના વિસ્તારમાં બજારો ખુલ્લા રહે તે માટે જવાબદારી સોંપાઇ હતી. આ કારણોસર સાંસદો,ધારાસભ્યો અને મ્યુનિ.કોર્પોરેટરોએ ફોન કરીને લાગતા વળગતાઓને ધંધા રોજગાર ચાલુ રાખવા ભલામણ કરી હતી. આ ઉપરાંત ખેડૂતોને પણ કૃષિ બિલને લઇને સમજાવ્યા હતાં. કાર્યકરોને દિવસભર કામે લગાડાયા હતાં.

કયાંક કોંગ્રેસના કાર્યકરો બજારો-દુકાનો બંધ કરાવવા નીકળે તો પોલીસને જાણ કરવા પણ આયોજન કરાયુ હતું. એટલું જ નહીં, કયાં કયા બંધ પળાયો છે તેવી વિગતો પણ કમલમથી મેળવવામાં આવતી હતી. જો માક્રેટયાર્ડ કે બજારો બંધ હોય તો ભાજપના સૃથાનિક હોદ્દેદારોથી માંડીને ધારાસભ્યોને કામે લગાડવામાં આવ્યા હતાં.

કોંગ્રેસ પ્રવક્તા ડો.મનિષ દોશીએ આક્ષેપ કર્યો હતોકે, બંધ દરમિયાન ખેડૂતોનો આક્રોશ છે તે વાત પ્રસૃથાપિત થઇ છે. સરકારે દબાણ કરીને માર્કેટયાર્ડ-એપીએમસી શરૂ કરાવી હતી . આ ઉપરાંત પ્રજાના પ્રતિનીધીઓને નજરકેદ કર્યા હતાં. સરકારના દબાણ છતાંય કેટલાંય ગામડાઓમાં લોકો સ્વયંભૂ બંધમાં જોડાયા હતાં. સરકારની દાદાગીરીને વશ થયા ન હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here