પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સ્વીકાર કર્યો છે કે રાજ્યમાં કોરોના વાઈરસનું સંક્રમણ કમ્યુનિટી ટ્રાન્સમિશનના સ્તરે પહોંચી ગયો છે. પશ્ચિમ બંગાળમાં કેટલાક જ દિવસમાં દુર્ગા પૂજાનો તહેવાર શરૂ થવાનો છે. આને તરત પહેલા મમતા બેનર્જીની આ સ્વીકારોક્તિ મહત્વની છે.
સીએમ મમતા બેનર્જીએ કહ્યુ કે અમે કોરોના મહામારીની વચ્ચે છે, અમારા ત્રણ ધારાસભ્યોની પહેલા જ મોત થઈ ચૂક્યુ છે. અમારી પાસે આ જાણકારી નથી કે દેશભરમાં કેટલા લોકો મર્યા છે. હવે કમ્યુનિટી ટ્રાન્સમિશન થઈ રહ્યુ છે.
મમતાનું આ નિવેદન ત્યારે આવ્યુ છે જ્યારે તે હાથરસની ઘટનાના વિરૂદ્ધ કલકત્તામાં એક વિરોધ માર્ચ નીકાળી રહી હતી. આ માર્ચમાં સેંકડો ટીએમસી કાર્યકર્તા સામેલ થયા, આમાંથી ઘણા માસ્ક વિનાના હતા.
દુર્ગા પૂજા પહેલા મમતા બેનર્જીએ ચિંતા વ્યક્ત કરતા કહ્યુ કે એટલી સાવધાની અને સુરક્ષા બાદ પણ આને રોકી શકાય નહીં.
ભાજપ પર હુમલો કરતા મમતા બેનર્જીએ કહ્યુ કે છેલ્લા કેટલાક મહિનાઓમાં કોરોનાના કારણે અમે કોઈ રેલી કરી નથી. માત્ર ભાજપ રેલી કરી રહ્યુ છે અને નફરત તેમજ કોરોનાને સતત ફેલાવી રહી છે.
ઉલ્લેખનીય છે કે બંગાળમાં અત્યાર સુધી કોરોનાના 2.66 લાખ કેસ નોંધાઈ ચૂક્યા છે. શનિવારે જ 3340 લોકોને કોરોના થયો. આ છેલ્લા કેટલાક અઠવાડિયાનો સર્વાધિક આંકડો છે. રાજ્યમાં કોરોનાથી થયેલા મોતનો આંકડો 5000 ને પાર કરી ગયો છે. 3 ઓક્ટોબરે સ્વાસ્થ્ય વિભાગના આંકડા અનુસાર રાજ્યમાં 5132 લોકોના મોત નીપજ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 62 લોકોના મોત થયા છે. જેમાંથી 13 કલકત્તામાં જ છે. કલકત્તામાં અત્યારે કોરોનાના 5590 સક્રિય દર્દી છે જ્યારે અહીં 1750 લોકોના મોત થયા છે.