ફ્લોટિંગ દીવા અને પેપરનાં ફાનસથી દિવાળીની સજાવટને અનોખી બનાવો, દિવાળીમાં ઘર સુંદર રીતે સજાવવાની 10 ટિપ્સ જાણો

  0
  49

  દિવાળીમાં પ્રકાશ, ફૂલો અને રંગબેરંગી લાઈટોનું વિશેષ મહત્વ છે. ઘરની સજાવટ માટે માર્કેટમાં ઘણી બધી વસ્તુઓ મળે છે. પરંતુ ઓછા સમયમાં ઘરને સુંદર બનાવવું એટલું પણ મુશ્કેલ નથી. આપણે માર્કેટમાંથી દેશી અને સસ્તી વસ્તુઓ લાવીને ઘરની સજાવટને નવો ટચ આપી શકીએ. ઘરે પણ વેસ્ટ નીકળતી ઘણી બોટલ્સ અને પેપર જેવાં વસ્તુઓનો ઉપયોગ કરીને આપણે જાતે જ ડેકોરેશનનો સામાન બનાવી શકીએ છીએ. આ રીતે આપણે ઓછા બજેટમાં સ્વદેશી વસ્તુઓ અપનાવીને સુંદર રીતે અને દિવાળી ઉજવી શકીશું.

  દિવાળીમાં ઘર ડેકોરેટ કરવાની રીતો જાણો, જે ઘરની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દેશે.
  1- ગલગોટાનાં ફૂલ

  ઘરના દરવાજાથી શરૂ કરો. ગલગોટાનાં ફૂલો અને કેરીના પાન દિવાળીમાં શુભ માનવામાં આવે છે. જો સમય ઓછો હોય તો એક દિવસ પહેલાં ફ્લાવર માર્કેટમાં જઇને આવી નાની માળાઓ લઈ આવો અને ઘરનો મુખ્ય દરવાજો શણગારો. સમયનો બચાવ થશે અને ઘર સુંદર લાગશે.

  2. ફ્લોટિંગ દીવા પ્રગટાવો
  ઘરમાં મોટર એલિમેન્ટનું હોવું પણ સારું ગણાય છે. કોઈ મોટા બ્રાસ અથવા સિરેમિક પોટમાં પાણી ભરો. તેમાં ગુલાબની પાંખડીઓ નાખો અને ફ્લોટિંગ દીવા પ્રગટાવો. આ પોટને કોઈ કોર્નર અથવા પૂજા ઘરમાં રાખી શકાય.

  3. 3D રંગોળી
  રંગોળી આધ્યાત્મિક પ્રક્રિયાનો મહત્ત્વપૂર્ણ ભાગ છે. તેથી, દરેક શુભ કામ કરતાં પહેલાં તેને બનાવવામાં આવે છે. આ વખતે માર્કેટમાં આ પ્રકારની 3D રંગોળીનો ટ્રેન્ડ છે. જો તમને આ પ્રકારની રંગોળી બનાવવાનો સમય ન હોય તો આવાં સ્ટિકર્સ લાવીને ઘર સજાવી શકાય.

  4. વોલ પેઇન્ટિંગ્સ
  આજકાલ રેડીમેડ વોલ પેઇન્ટિંગ્સનો ટ્રેન્ડ છે. તેને લગાવવું પણ ખૂબ જ સરળ છે. આ પેઇન્ટિંગ્સને ખરીદ્યા તેને માત્ર સ્ટિકરની જેમ ચોંટાડી દેવાના હોય છે. આ વોલ પેઇન્ટિંગ્સ ઓનલાઇન અને ખૂબ સસ્તાં ભાવે ઉપલબ્ધ છે. તેની વિશેષ બાબત એ છે કે, તમે તેને કાઢી પણ શકો છો. તેમજ, જો તેને કાઢવામાં ન આવે તો તે વર્ષો સુધી આ રીતે રહે છે. આ ખૂબ જ સુંદર અને આકર્ષક છે. દિવાલ પર લગાવ્યા બાદ કહીએ નહીં તો કોઇને ખબર પણ ન પડે કે આ પેઇન્ટિગ્સને વોલ પર ચોંટાડવામાં આવ્યા છે.

  5. પેપરમાંથી ફાનસ બનાવો
  ફાનસ વગર દિવાળી અધૂરી લાગે છે. રંગબેરંગી 4-5 પેપરના ફાનસ એકસાથે હેંગ કરો. તેની લંબાઈ એકસરખી ન હોય તેનું ધ્યાન રાખો કારણ કે, એસિમેટ્રીકલ રીતે લગાવેલા ફાનસ એકદમ સુંદર લાગે છે. અત્યારે માર્કેટમાં ડેકોરેટિવ મેટલ અને પેપરના ફાનસ અવેલેબલ છે.

  6. કાચની બોટલમાં લાઈટિંગ
  વાઈન બોટલ્સ કે અન્ય કોઈ પણ કાચની બોટલને પણ લટકાવી શકો છો. તેની અંદર ફેરી લાઈટ્સ મૂકો. તેમાંથી જે પ્રકાશ આવશે તે દરેક ખૂણા સુધી પહોંચશે. વધારે આકર્ષક બનાવવા માટે રંગબેરંગી બોટલ્સનો ઉપયોગ કરો.

  7. સીલિંગ પર લાઈટિંગ કરો
  હાલ રંગબેરંગી અને સુંદર ફેરી LED લાઈટ્સથી માર્કેટ ભરેલું છે. સામાન્ય રીતે બાલ્કની, સીડી અને છતની રેલિંગ પર લાઈટિંગ કરવામાં આવે છે. આ વખતે સીલિંગ પર લાઈટ્સ લગાવીને જુઓ. ઘરમાં કે આજુબાજુના વૃક્ષો પર પણ લાઈટિંગ કરીને નજારામાં ચાર ચાંદ લગાવી શકાય છે.

  8. બાલ્કનીમાં ફાનસ
  ભલે અત્યારના સમયમાં ફાનસનું ચલણ અદ્રશ્ય થઇ ગયું હોય પણ કલાત્મક ફાનસ જોઈને જૂના દિવસોની યાદો તાજી થઇ જાય છે. બાલ્કનીમાં કલાત્મક ફાનસ લટકાવો. તેનાથી અલગ જ ઈફેક્ટ મળશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here