ફ્રેન્ચ ઓપનમાં નોવાક જોકોવિચ અને રફેલ નડાલનો વિજય, કૈરોલિના પ્લિસકોવાને કરવો પડ્યો સંઘર્ષ

0
162

વિશ્વનો પ્રથમ ક્રમાંકિત સર્બિયાનો ખેલાડી નોવાક જોકોવિચ અને સ્પેનનો ડિફેન્ડિંગ ચેમ્પિયન રફેલ નડાલ બંનેએ શાનદાર શરૂઆત કરતા ફ્રેન્ચ ઓપન ટેનિસ ગ્રાન્ડસ્લેમ ટુર્નામેન્ટના બીજા રાઉન્ડમાં સ્થાન હાંસલ કરી લીધું છે.જ્યારે ચોથા ક્રમાંકિત રશિયાના ડેનિયલ મેદવેદેવને હંગેરીના માર્ટેન ફુક્સોવિક્સ વિરુદ્ધ પરાજયનો સામનો કરીને ટુર્નામેન્ટમાંથી બહાર થવું પડ્યું હતું. મહિલા વિભાગમાં ચેક રિપબ્લિકની કેરોલિના પ્લિસકોવાને જીતવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો હતો.

ટોચના ક્રમાંકિત જોકોવિચે મંગળવારે રાત્રે ક્લે કોર્ટ ગ્રાન્ડસ્લેમમાં પોતાના અભિયાનની જોરદાર શરૂઆત કરતા સ્વિડનની માઇકલ યેમરને એકતરફી મુકાબલામાં 6-0, 6-2, 6-3થી પરાજય આપ્યો હતો. જોકોવિચે 80મા ક્રમાંકિત સ્વિડીશ ખેલાડીને એક કલાક અને 38 મિનિટમાં હરાવીને બીજા રાઉન્ડમાં પોતાની જગ્યા બનાવી લીધી હતી. જોકોવિચે ત્રીજા સેટની છઠ્ઠી ગેમમાં તેની સર્વિસ ગુમાવી હતી, પરંતુ પછીની ગેમમાં સર્વિસ બ્રેક કરીને 4-3ની લીડ મેળવી લીધી હતી. જોકોવિચે આગામી બે ગેમ જીતીને મેચનો અંત કર્યો હતો.

વિશ્વના બીજા નંબરનો ખેલાડી નડાલે બેલારુસના ઇગોર ગેરાસિમોવને સતત સેટમાં 6-4, 6-4, 6-2થી હરાવ્યો અને 13મા રોલેન્ડ ગેરોસનો ખિતાબ જીતવા માટે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. સ્પેનના ખેલાડીની ક્લે કોર્ટના ગ્રાન્ડસ્લેમ પર આ 94મી જીત છે અને જો તે ટુર્નામેન્ટનો ખિતાબ જીતવામાં સફળ રહેશે તો આ તેનો 20મો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ હશે અને તે સ્વિટ્ઝરલેન્ડના રોજર ફેડરરના રેકોર્ડની બરાબરી કરી લેશે. બીજા રાઉન્ડમાં નડાલનો 236મા ક્રમાંકિત યુએસ ખેલાડી મેકેન્ઝી મેકડોનાલ્ડ સામે મુકાબલો થશે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here