ફેસબુક પર ગ્રીન હાઉસ માટે લોન અપાવવાના નામે રૃા.૨૨ લાખ પડાવી લીધા

0
77

ફેસબુક પર ગ્રીન હાઉસ માટે લોનની જાહેરાત આપી ભાગીદારી કરવાના નામે એક વ્યક્તિ સાથે રૃા.૨૨ લાખની ઠગાઇ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ન્યુ સમારોડ વિસ્તારની અભિલાષા સોસાયટીમાં રહેતા અને વજનકાંટા રીપેરિંગનું કામ કરતા જીતેન્દ્રભાઇ પરમારે પોલીસને કહ્યું છે કે,ફેસબુક પર ગ્રીન હાઉસની જાહેરાત જોઇ દોઢ વર્ષ પહેલાં મિતુલ અશ્વિન દોશી (રહે.ઇશાનિયા ફ્લોરેઝા, ઉંડેરા)નો સંપર્ક કરતાં તેમણે ગ્રીન હાઉસ અને ગાયોના તબેલા માટે સારો અનુભવ છે અને સરકાર પછાત વર્ગ માટે ૭૦ ટકા સબસીડી આપે છે તેમ કહી રૃા.૪૫ લાખના રોકાણની વાત કરી રૃા.૨૨લાખ મારી પાસે લીધા હતા.

જીતેન્દ્રભાઇએ કહ્યું છે કે,આ રકમ માટે મેં મારૃં મકાન વેચી દીધું હતું.પરંતુ ત્યારબાદ મિતુલ દોશીએ મને વારંવાર વાયદા કર્યા હતા.લોકડાઉન પછી રકમ આપવાનું કહી બે ચેક આપ્યા હતા તે પણ બાઉન્સ થયા હતા.આખરે તેમણે ધમકી આપી જે કરવું હોય તે કરી લેજો તેમ કહેતાં આખરે ફરિયાદ કરી છે.ફતેગંજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here