ફૂટબોલના બીજા લેજન્ડરી ખેલાડીનું નિધન, ફૂટબોલ વર્લ્ડ કપમાં પ્રદાન કરનારા પાપા બાઉબાની વિદાય

0
71

 સેનેગલનો આ ખેલાડી માત્ર 42 વર્ષનો હતો

વિશ્વવિખ્યાત ફૂટબોલ ખેલાડી મારાડોનાના અવસાનના સમાચારની શાહી સુકાય એ પહેલાં ફૂટબોલના વર્લ્ડ કપમાં માતબર પ્રદાન કરનારા વધુ એક લેજન્ડરી ખેલાડી પાપા બાઉબાનું અવસાન થતાં દુનિયાભરના ફૂટબોલ ચાહકો શોકમગ્ન થઇ ગયા હતા.

મૂળ સેનેગલના રહેવાસી એવો પાપા બાઉબા માત્ર 42 વર્ષનો હતો. પાપા લાંબા સમયથી બીમાર રહેતો હતો અને રવિવારે રાત્રે એણે અંતિમ શ્વાસ લીધા હતા એમ એના પ્રવક્તાએ કહ્યું હતું. હજુ તો માત્ર પાંચ દિવસ પહેલાં પચીસમી નવેંબરે મારાડોના ગયા. હવે પાપા બાઉબાએ વિદાય લીધી.

2002ના ફૂટબોલ વર્લ્ડ કપની સ્પર્ધામાં પાપાએ પોતાના જાદુઇ ગૉલ દ્વારા ચેમ્પિયન એવા ફ્રાન્સને સ્તબ્ધ કરી દીધું હતું.આ ગૉલના પગલેજ ફૂટબોલની રમતમાં સદાય પાછળ રહેતા સેનેગલે માત્ર 1-0થી ચેમ્પિયન ફ્રાન્સને પરાજિત કરીને ઇતિહાસ રચ્યો હતો. ફૂટબોલ વર્લ્ડ કપની આ પહેલી સ્પર્ધા હતી.

1978ના જાન્યુઆરીની 28મીએ ડકેરમાં જન્મેલા આ ખેલાડીએ પોતાની કારકિર્દીમાં ફૂલ્હમ, વેસ્ટ હમ યુનાઇટેડ અને બર્મિંગહામ સિટિ જેવી દિગ્ગજ ટીમ સાથે સ્પર્ધાઓ ખેલી હતી. પોતાની કારકિર્દીમાં એણે ઇન્ટરનેશનલ સ્પર્ધામાં 11 ગૉલ સાથે 63 સ્પર્ધા રમી હતી. સ્થાનિકની વાત કરીએ તો એણે 26 ગૉલ સાથે એણે 261 મેચ રમી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here