ફિલ્મસ્ટારોને પોતાની સ્મૃતિમાંથી ભુંસી નાખવી ગમે એવી એમની ભંગાર ડેબ્યુ ફિલ્મો

0
79

કેટરીના કૈફ આજે બોલીવુડની ટોપની એકટર છે પણ એની સામે તમે એની ડેબ્યુ ફિલ્મ ‘બુમ’ નો ઉલ્લેખ કરો તો એનું મોઢુ તરત વકાઈ જાય છે. જોકે, એ ઇન્ડસ્ટ્રીની એક માત્ર એવી એક્ટર નથી, જેને પોતાની પહેલી ફિલ્મ યાદ કરવી ન ગમતી હોય. શ્રદ્ધા કપૂરની પહેલી ફિલ્મ ‘તીન પત્તી’માં બેન કિંગ્સ્લી અને અમિતાભ બચ્ચન જેવા મોટા સ્ટાર હોવા છતાં ફિલ્ મની કોઈએ નોંધ પણ નહોતી લીધી. આવા તો ઘણાં સ્ટાર છે જેમને પ્રથન ગ્રાસે મક્ષિકા જેવો અનુભવ થયો હતો અને જેને તેઓ ભૂલી જવા માગે છે. સામાન્ય માનવીની જેમ જ ફિલ્મસ્ટારોને પણ પ્રથમ પ્રયાસમાં મળેલી નિષ્ફળતા વાગોળવી ગમતી નથી. આવા સ્ટાર્સની યાદીમાં કોણ – કોણ છે :

૧) નુસરત ભરુચા :

 લોકો એને ‘પ્યાર કા પંચનામા’માં કાર્તિક આર્યન સામે ચમકેલી યુવતિ તરીકે ઓળખે છે. પરંતુ નુસરતની ફિલ્મી સફર એના થોડા વરસો પહેલા ૨૦૦૬માં ધાર્મિક ફિલ્મ ‘જય સંતોષી મા’થી શરૂ થઈ હતી. ફિલ્મમાં એણે પ્રેમ અને ન્યાયની શોધમાં નીકળેલી નાયિકા મહિમાની ભૂમિકા ભજવી હતી, જેની મદદે સંતોષી મા આવે છે. આજે કોઈને એ ફિલ્મ યાદ નથી. કોઈને એ પણ સાંભરતું નથી કે એના ૩ વર્ષ બાદ નુસરતે જેકી ભગનાની સાથે એની ડેબ્યુ ફિલ્મ ‘કલ કિસને દેખા’માં પણ એની પ્રેમિકાનો રોલ કર્યો હતો. સદભાગ્યે, નુસરત પર સંતોષી માની કૃપા વરસી અને એની ગાડીમાં ફિલ્મોમાં સડસડાટ ચાલી નીકળી.

૨) અમિત સાધ : 

અમિતે સુશાંત સિંહ રાજપૂતની જેમ ટીવી સિરીયલોતી પોતાની કરિયર શરૂ કરી હતી. સુશાંત સાથે એણે પણ અબિષેક કપૂર દિગ્દર્શિત ‘કાયપો છે’ માં દર્શકોની પોતાના અભિનયથી પ્રભાવિત કર્યા હતા. જોકે, એ અમિત સાધની ડેબ્યુ ફિલ્મ નહોતી. કાયપો છે પહેલા અમિતે રામગોપાલ વર્માની ફિલ્મ ‘ફુડ-ટુ’માં પોતાના એક્સ ગર્લફ્રેન્ડ નીરુ બાજવા સાથે નસીબ અજમાવી જોયું હતું.

૩) તમન્ના ભાટિયા :

 સાજિદ ખાને ૨૦૧૩માં પોતાની ફિલ્મ ‘હિમ્મતવાલા’માં તમન્નાને અજય દેવગણ સામે લોન્ચ કરવાની ક્રેડીટ લઈ એને બોલીવુડની નવી શ્રેદેવી ગણાવી હતી. પરંતુ સુપર ફ્લોપ હિમ્મતવાલા મિસ ભાટિયાની પહેલી ફિલ્મ નહોતી. એણે ૧૫ વર્ષની કાચી વયે ‘ચાંદ સા રોશન ચહેરા’ નામની ફિલ્મથી પોતાની યાત્રા શરૂ કરી હતી. આ ફિલ્મ પિટાઈ ગયા બાદ તમન્નાએ બોરિયા બિસ્તર લઈ દક્ષિણ ભારતમાં ધામા નાખ્યા હતા. આઠ વર્ષમાં એ દક્ષિણની ફિલ્મોની ટોપની હિરોઈન બની ગઈ હતી.

૪) કીર્તિ કુલ્હારી :

 કીર્તિને દર્શકો અમિતાભ બચ્ચન સ્ટારર ‘પિન્ક’ના એના દમદાર રોલ માટે યાદ કરે છે. પરંતુ હકીકતમાં એણે ૨૦૧૦માં જે. ડી. મજીઠિયા સામે ‘ખીચડી : ધ મૂવી’થી ઇન્ડસ્ટ્રીમાં ધુમધડાકા વિનાની એન્ટ્રી કરી હતી. ખીચડીમાં મિસ કુલ્હારીએ પંજાબી કુડ્ડીની ભૂમિકા ભજવી હતી.

૫) વિકી કૌશલ : 

બધા જાણે છે કે એકદમ નાના બજેટમાં બનેલી ‘મસાન’ ફિલ્મથી વિકીએ સૌના દિલ જીતી લીધા. પછી તો એણે પોતાની અભિનય પ્રતિભા પુરવાર કરતી એક પછીએ ફિલ્મ આપી. પરંતુ કોઈ જાણતુ નથી કે આ એકટરે ‘લવ શવ તે ચિકન ખુરાના’ નામની ફિલ્મમાં સાવ નજીવો ટીનેજર કુણાલ કપૂરનો રોલ કર્યો હતો. આજે એ કૌન બનેગા કરોડપતિમાં પૂછાય એવો પ્રશ્ન બની ગયો છે.

૬) ફાતિમા સના શેખ : 

એને આપણે દંગલ ફિલ્મની મહિલા રેસલર ગીતા ફોગટ તરીકે ઓળખીએ છીએ, પરંતુ એના ૩ વર્ષ પહેલા ફાતિમાએ ૨૦૧૩માં ‘આકાશવાણી’ નામની ફિલ્મમાં બે પ્રેમીઓ કાર્તિક અને નુસરતને સપોર્ટ આપતી યુવતિની ભૂમિકા કરી હતી, જેની ઝાઝી નોંધ પણ નહોતી લેવાઈ.

૭) રાધિકા આપ્ટે, ઇશાન ખટ્ટર : 

બોલીવુડમાં એકટરોને ટાઇપ કાસ્ટ કરી દેવાનું એક મોટું દુષણ છે. એકવાર તમે બાપનો રોલ કરો પછી તમને એવા જ રોલ મળે. જોકે, રાધિકા આપ્ટે અને ઇશાન ખટ્ટર એ બાબતમાં લકી છે. શાહિદ કપૂરની ફિલ્મ ‘વાહ! લાઈફ હો તો ઐસી’માં રાધિકાએ શાહિદની નાની બહેન અને ઇશાન ખટ્ટરે એના ભત્રીજાની ભૂમિકા ભજવી હતી. આજે એ બંને હિન્દી ફિલ્મોમાં લીડ રોલ કરે છે. આને જ નસીબ કહેવાય!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here