ફિલિપાઈન્સમાં વાવાઝોડું વામ્કોએ વિનાશ વેર્યો : 39 લોકોને ભરખી ગયું

0
41

મનિલામાં ત્રાટકેલા તોફાની વાવાઝોડું વામ્કોએ ભારે વિનાશ વેર્યો હતો. વાવાઝોડાને કારણે ૩૯ લોકોનાં મોત થયા હતા. ભારે વરસાદ અને તોફાની પવનને કારણે રાજધાની મનિલા અને તેની આસપાસનાં અનેક ગામોમાં વૃક્ષો અને કાચા મકાનો પડી ગયા હતા. ઠેરઠેર કાદવકીચડનું સામ્રાજ્ય છવાયું હતું. ભારે વરસાદથી નદીઓમાં આવેલા પૂરે તબાહી મચાવી હતી. હજારો લોકોએ પૂરથી બચવા તેમના મકાનની અગાશી પર ચઢી જવાની ફરજ પડી હતી. મનિલા અને તેની આસપાસનાં કેટલાક ગામોમાં પૂરના પાણી ફરી વળ્યા હતા. આર્મીનાં જવાનોએ પૂરમાં ફસાયેલા હજારો લોકોને બચાવીને સલામત સ્થળે ખસેડયા હતા.

વાવાઝોડું વામ્કો મનિલાની ઉત્તરે બુલાકાન અને પંપાન્ગા વચ્ચે ત્રાટક્યું હતું. આને પરિણામે અનેક મકાનો પડી ગયા હતા. કેટલાક મકાનોને ભારે નુકસાન થયું હતું. વીજળીનાં થાંભલા પડી ગયા હતા અને અનેક વૃક્ષો પડી જતા માર્ગો પર અવરોધો સર્જાયા હતા.

મીલિટરી ચીફ ઓફ સ્ટાફ જનરલ ગિલબર્ટ ગેપેએ જણાવ્યું હતું કે કેટલાક સ્થળે પૂરનાં પાણી ઓસરવા લાગ્યા છે. આમ છતાં જ્યાં વધુ પાણી ભરાયું છે ત્યાંથી લોકોને ખસેડવા માટે એલોસ્ટ વાહનોનો ઉપયોગ કરાઈ રહ્યો છે. આવા વાહનોનો ઉપયોગ ઉગ્રવાદીઓ સાથેની અથડામણમાં કરાતો હોય છે.

૩૨ લોકો લાપતા : મોટાપાયે બચાવ કામગીરી ચાલુ

આર્મીનાં અધિકારીઓ તેમજ સત્તાવાળાઓએ ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમનાં અધિકારીઓ સાથે તાકીદની બેઠક યોજી હતી. મુખ્ય અધિકારી ગેપેએ કહ્યું હતું કે વાવાઝોડાને કારણે ૩૯નાં મોત થયા હતા અને ૩૨ લોકો લાપતા થઈ ગયા હતા. તેમને શોધવાની કામગીરી ચાલી રહી છે. કાટમાળ મોટી સંખ્યામાં હોવાથી મુશ્કેલી પડી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here