ફાઈવ સ્ટાર હોટેલનો શેફ મહામારીમાં નોકરી ગુમાવ્યા બાદ રસ્તા પર બિરયાની વેચી રહ્યો છે, ઇન્ટરનેટ યુઝર્સે વખાણ કર્યા

0
83

કોરોનાને લીધે ઘણા લોકોએ નોકરી ગુમાવી છે. આ દરેક લોકોને ગુજરાન ચલાવવું અઘરું થઇ પડ્યું છે. ઘણા લોકો હજુ પણ રોજગારની શોધમાં ભટકી રહ્યા છે તો ઘણા લોકો નાનો બિઝનેસ શરુ કરીને પૈસા કમાઈ રહ્યા છે. આ લોકોમાં અક્ષય પારકર પણ સામેલ છે. મુંબઈનો શેફ અક્ષય મહામારી પહેલાં એક ઇન્ટરનેશનલ લક્ઝરી ક્રૂઝ અને ફાઈવ એન્ડ સેવન હોટેલ્સમાં શેફની નોકરી કરતો હતો.

મહામારીને લીધે તેની 8 વર્ષ જૂની નોકરી છૂટી ગઈ. અક્ષયે હાર માની લેવાને બદલે રોડ સાઈડ સ્ટોલની શરુઆત કરી અને ફાઈવ સ્ટાર ક્વોલિટીની બિરયાની વેચવા લાગ્યો. ‘બિંગ માલવાની’ સોશિયલ મીડિયા પેજ પર અક્ષયની સ્ટોરી આવી ત્યારે તેણે અનેક લોકોના દિલ જીતી લીધા.

અક્ષયના ફૂડ સ્ટોલની નામ પારકલ બિરયાની હાઉસ છે. તે મુંબઈમાં દાદર નજીક શિવાજી મંદિર સામે છે. અક્ષયે મેન્યુમાં ત્રણ પ્રકારની બિરયાની સામેલ કરી છે, વેજ, એગ અને ચિકન બિરયાની. હાફ પ્લેટ બિરયાનીની કિંમત 65 રૂપિયા અને ફુલ પ્લેટ બિરયાનીની કિંમત 140 રૂપિયા છે. અક્ષય પાર્ટીઝ અને લગ્ન માટે પણ ઓર્ડર લે છે. સોશિયલ મીડિયા પર અક્ષયની હિંમતના લોકો વખાણ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here