ઈક્રોસોફ્ટ આઉટલુક ઓફિસ ફરી એક વખત ઠપ્પ પડી ગયું છે. યુઝર્સ ઈ-મેઈલ ખોલી શકતા નથી. ડાઉનડિટેક્ટર પ્રમાણે સવારે 10 વાગ્યે અને 42 મિનિટથી લોકોને આઉટલુટ ઓફિસમાં મુશ્કેલી આવી રહી હતી. આઉટલુક ઓફિસમાં 54 ટકા લોકોને લોગઈન કરવામાં તો 35 ટકા લોકોને વેબસાઈટ ઓપન કરવામાં અને 10 ટકા લોકોને ઈમેઈલમાં તકલીફ પડી હતી. 11 વાગ્યા સુધી 500થી વધારે લોકોએ આઉટલુક ઓફિસ ડાઉન હોવાની ફરિયાદ કરી હતી.
આ પહેલાં 29 સપ્ટેમ્બરની રાત્રે પણ Microsoft 365 લગભદ એક કલાક સુધી ઠપ્પ રહ્યું હતું. Microsoft 365 ઠપ્પ થવાને કારણે આઉટલૂક અને માઈક્રોસોફ્ટ ટીમ્સ જેવી સેવાઓ બંધ રહી હતી. માઈક્રોસોફ્ટે આ આઉટેજ અંગે Microsoft 365ના એડમિન ડેશબોર્ડમાં પણ અપડેટ કર્યું હતું.
ગત મહિના થયેલ આઉટેજ બાદ માઈક્રોસોફ્ટે કહ્યું હતું કે, અમે પોતાની આ સર્વિસિસનો ટ્રાફિક અન્ય કોઈ સિસ્ટમ પર ટ્રાન્સફર કરી રહ્યા છે જેથી લોકોને પરેશાની ન થાય અને અમે સેવાને જલ્દીમાં જલ્દીથી શરૂ કરીશું. જો કે માઈક્રોસોફ્ટે આ અંગે કોઈ માહિતી આપી નથી કે આ આઉટેજને કારણે દુનિયાભરનાં કેટલાં યુઝર્સ પ્રભાવિત થયા હતા. સર્વર ડાઉન થવાને કારણે નવા યુઝર્સને લોગિન કરવામાં પરેશાની થઈ હતી.