પ્રિયંકા ચોપરાના નામે વધુ એક રેકોર્ડ

0
40

– અભિનેત્રીનું પુસ્તક અનફિનિસ્ડનું ૧૨કલાકમાં ભરપુર વેચાણ થતા નંબર વન પર

ઇન્ટરનેશનલ સ્ટાર પ્રિયંકા ચોપરા જોનાસના નામે વધુ એક રેકોર્ડ નોંધાયો છે. અભિનેત્રીએ હાલમાં જ પોતાનું પુસ્તક અનફિનિશ્ડ પબ્લિસ્ડ કરીને વૅચાણ માટે મુક્યું હતું. જેના ૧૨ કલાકમાં જ પુસ્તકની અઢળક કોપીઓ વેંચાતા એક નવો રેકોર્ડ સર્જાયો છે. 

પ્રિંયકાએ ઇન્સ્ટાગ્રામના પોતાના એકાઉન્ટ પર પોતાનું પુસ્તક બેસ્ટ સેલર હોવાની જાણકારી આપી હતી. યૂએસનના ટોપ ૧૦ બુક્સ સ્ટોલે લખ્યું કે છેલ્લા ૨૪ કલાકમાં યુએસની બેસ્ટ સેલર્સ નંબર એક પર પ્રિયંકા જોનાસનું પુસ્તક અનફિનિશ્ડ છે. 

પ્રિયંકાએ આનો આભાર માનતા લખ્યું હતું કે, જેમણે મને યુએસએમાં છેલ્લા ૧૨ કલાકમાં નંબર વન પર પહોંચાડી તે માટે દરેકનો આભાર માનું છું. આસા છે કે તમને પણ મારું પુસ્તક ગમશે. 

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકાએ આ પુસ્તકમાં પોતાના અંગત જીવનની નાની-મોટી ઘટનાઓનો ઉલ્લેખ કર્યો છે. તેના જીવનની સફર આ પુસ્તકમાં વર્ણવમાં આવી છે. તેની રિયલ અને રીલ લાઇફની દરેક વાતોનો તેણે આ પુસ્તકમાં પ્રકાશ ફેંક્યો છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here