પ્રાચીન સ્મારકોનો ખજાનો : હમ્પી

0
201

કર્ણાટકમાં આવેલું હમ્પી સંખ્યાબંધ પ્રાચીન સ્થાપત્યો ધરાવતું વિશ્વપ્રસિધ્ધ સૌંદર્ય ધામ છે. જો કે તેના મોટા ભાગના સ્મારકો આજે ખંડેર જેવી સ્થિતિમાં છે. તુંગભદ્રા નદીના કિનારે આવેલું હમ્પી પ્રાચીન વિજયનગર રાજયનું પાટનગર હતું.

નાની મોટી ટેકરીઓ વચ્ચે લગભગ પાંચસોથી વધુ પ્રાચીન બાંધકામો અહીં જોવા મળે છે. જેમાં મંદિર, મહેલ, તળાવ, ગઢ, ચબુતરા, મંડપ, બજાર, જેલ અને રાજભંડાર જેવી ઇમારતો છે.

હમ્પીમાં આવેલું વિઠલ મંદિર સૌથી વધુ સુંદર છે. તેના મુખ્ય હોલમાં ૫૬ સ્થંભ છે. તેને ટકોરા મારવાથી મધુર રણકાર થાય છે. મંદિરની બહાર પથ્થરનો કોતરેલી રથ છે. અહીંના કમલ મહેલ અને સ્નાનાગાર પણ જોવા મળે છે. કમલ મહેલ કમળના આકારનું બે માળનું સ્થાપત્ય છે. હવાઉજાસ માટેની તેની રચના અદ્ભુત છે.

હમ્પી ઇસુની પ્રથમ સદીનું શહેર ગણાય છે. તેને વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સ્થાન મળ્યું છે. વિશ્વભરના પ્રવાસીઓ અહીં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here