પ્રશાંત મસાજ કરાવવાનો શોખીન હતો, પગ દબાવવાના બહાને મહિલાઓને રૂમમાં બોલાવતો, કેટલી મહિલાઓના વિડિયો ઉતાર્યા એની તપાસ શરૂ

0
156
  • પ્રશાંતની સેવિકા દિશાના મોબાઇલનો ડેટા ડિલિટ હોવાથી તપાસ માટે FSLમાં મોકલાયો, મોબાઇલમાં કોના વિડિયો હતા એની તપાસ
  • દિશા જોનના રિમાન્ડ પૂરા થતાં જેલમાં ધકેલાઈ, દીક્ષા-ઉન્નતિને શોધવા પોલીસે 2 ટીમ બનાવી, દીક્ષાને શોધવા દુબઇ જવાની તૈયારી
  • આરોપી પ્રશાંત ઉપાધ્યાયનો પોલીસે જેલમાંથી કબજો લીધો, કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ ધરપકડ કરીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરશે
  • 2013થી 2017ના ગાળામાં પ્રશાંતના દયાનંદ પાર્કના આશ્રમમાં રહીને સેવા કરતી કિશોરી પર પ્રશાંતે 12 વખત દુષ્કર્મ કર્યું હતું

કિશોરી પર 12 વખત દુષ્કર્મ કરનારા પ્રશાંતનો ગોત્રી પોલીસે જેલમાંથી કબજો મેળવ્યા બાદ કોરોના ટેસ્ટ કરાવાની તજવીજ શરૂ કરી હતી. કોરોના ટેસ્ટ કરાવ્યા બાદ તેની ધરપકડ કરીને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. પ્રશાંત મસાજ કરાવવાનો શોખીન હતો. પ્રશાંત પગ દબાવવાના બહાને મહિલાઓને રૂમમાં બોલાવતો હતો. પ્રશાંતે અન્ય કેટલી મહિલાના વિડિયો ઉતાર્યા હતા અને એ કયા મોબાઇલ અને લેપટોપમાં સ્ટોર છે, પ્રશાંતના રૂમમાં અન્ય કેટલી મહિલાઓને મોકલાઇ હતી એ વિશે પણ દિશા જોનની પૂછપરછ શરૂ કરાઈ હતી.

બે સેવિકા દીક્ષા અને ઉન્નતિને પકડવા માટે પોલીસે બે ટીમ બનાવી, દીક્ષાને શોધવા દુબઇ જશે
બીજી તરફ, પ્રશાંતની સેવિકા દિશા જોનના 2 દિવસના રિમાન્ડ પૂરા થતાં ગુરુવારે તેને અદાલતમાં રજૂ કરીને જેલમાં મોકલી દેવાઇ હતી. દિશા જોનના મોબાઇલ ફોનમાં રહેલો ડેટા ડિલિટ હોવાનું જણાતાં એને રિકવર કરવાના પ્રયાસો શરૂ કરાયા છે, જ્યારે પ્રશાંતની અન્ય બે સેવિકા દીક્ષા અને ઉન્નતિને પકડવા માટે પોલીસે બે ટીમ બનાવી છે. અગાઉ બહાર આવ્યું હતું કે દીક્ષા હાલ દુબઇ છે, જેથી તે ખરેખર દુબઇમાં છે કે કેમ એની પણ તપાસ શરૂ કરાઇ છે અને જો તે દુબઇમાં હોય તો ગોત્રી પોલીસે દુબઇ જવાની પણ તૈયારી કરી લીધી છે અને ગુજરાતી ફિલ્મોની હિરોઇન ઉન્નતિ જોષીની પણ શોધખોળ શરૂ કરી છે. જોકે ઉન્નતિ જોષી હાલ ક્યાં છે એ વિશે પોલીસને કોઇ જ માહિતી મળી નથી, જેથી તેનાં આશ્રયસ્થાનોની માહિતી મેળવી તપાસ શરૂ કરાઇ છે.

અંગત સેવિકા દિશા જોન સાથે પ્રશાંત ઉપાધ્યાય.

કૃત્યમાં 3 સેવિકા પણ સામેલ હોવાનો આરોપ કિશોરીએ લગાવ્યો હતો
આ કૃત્યમાં તેમની શિષ્યાઓ દિશા જોન, દીક્ષા ઉર્ફે સીમા અને ઉન્નતિ જોષી પણ સામેલ હોવાનો આરોપ કિશોરીએ નોંધાવ્યો હતો. પ્રશાંતે કિશોરીને વિડિયો વાઈરલ કરવાની પણ ધમકી આપી હતી. દરમિયાન પોલીસે દિશા જોનને વાઘોડિયા-ડભોઇ રોડના કાન્હા ગોલ્ડના ફ્લેટમાંથી ઝડપી તેની વધુ તપાસ માટે 2 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. પોલીસ પૂછપરછમાં દિશાએ તેનું પણ શોષણ કરાયું હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો: વડોદરામાં પાખંડી પ્રશાંતની અંગત સેવિકા પોલીસ પૂછપરછમાં રડી પડી, કહ્યું: મારું પણ ટોર્ચરિંગ કરાયું

પ્રશાંતની અંગત સેવિકા દિશાને જેલમાં ધકેલી દેવાઈ.

દિશાના ફોનમાંથી ડિલિટ ડેટા રિકવર કરવા પ્રયાસ
ગુરુવારે દિશાના રિમાન્ડ પૂરા થતાં તેને અદાલતમાં રજૂ કરીને જેલમાં મોકલી દેવાઈ હતી. ગુરુવારે પ્રશાંતનો કબજો મેળવી તેનો કોરોના ટેસ્ટની તજવીજ શરૂ કરાઇ છે. પોલીસે દિશાના કાન્હા ગોલ્ડના ફ્લેટમાં તથા ગોત્રીસ્થિત પ્રશાંતના આશ્રમમાં કરેલા સર્ચમાં પણ કંઇ મળ્યું ન હતું. દિશાનો ફોન તપાસ માટે FSLમાં મોકલાયો છે. એનો ડેટા ડિલિટ હોવાનું જણાતાં એ રિકવર કરવાના પ્રયાસો પણ શરૂ કરાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here