પ્રવાસન / ગીરનારમાં PM મોદી કરશે રોપ-વેનું ઉદ્ઘાટન, યુદ્ધને ધોરણે શરૂ કરાયું કામ

0
213

જૂનાગઢના ગિરનાર પર આકાર લઈ રહેલો અને એશિયાનો સૌથી મોટો ગીરનાર રોપ-વે ને હવે તેના અંતિમ ચરણ તરફ આગળ ધપી રહ્યો છે દરરોજ રોપ-વેની ચકાસણીનું કામ ચાલી રહ્યું છે

  • PM લોકાર્પણ કરે તે પહેલાં સાંસદ અને મંત્રીઓ કરશે ટ્રાયલ
  • સાંસદ રોપવેના લોકાર્પણ માટે PM ને પાઠવશે નિમંત્રણ
  • 9 નવેમ્બર જૂનાગઢ આઝાદી દિવસે રોપવે થઈ શકે છે કાર્યરત

જૂનાગઢમાં આકાર લઈ રહેલા એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વે સાઇટની આજે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા મૈયર ધીરુ ભાઈ ગોહેલ ચેરમેન રાકેશ ધુલેસીયા સહિત કોર્પોરેશનની ટીમે સ્થળ પર મુલાકાત કરી હતી અને રોપવેના બાંધકામ સાથે સંકળાયેલા ઇજનેરો સાથે વાત કરીને કામણી તમામ માહિતીઓ એકત્ર કરી હતી આગામી દિવસોમાં ગીરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત થવા જઇ રહ્યો છે ત્યારે સાંસદ ની મુલાકાત રોપવે ના કામને વધુ પ્રગતિ આપવામાં નિર્ણાયક પુરવાર થશે. 


યુદ્ધને ધોરણે બની રહ્યો છે રોપ વે

જૂનાગઢના ગિરનાર પર આકાર લઈ રહેલો અને એશિયાનો સૌથી મોટો ગીરનાર રોપ-વે ને હવે તેના અંતિમ ચરણ તરફ આગળ ધપી રહ્યો છે દરરોજ રોપ-વેની ચકાસણીનું કામ ચાલી રહ્યું છે ત્યારે આજે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા મેયર ધીરુભાઈ ગોહિલ સહિત જૂનાગઢ મનપાના તમામ પદાધિકારીઓએ આજે નિર્માણાધીન રોપ-વે સાઇટની મુલાકાત લઈને કામ ની પ્રગતિ અંગે ઈજનેરો પાસેથી માહિતીઓ એકત્ર કરી હતી હવે જ્યારે આગામી દિવસોમાં રોપવે પૂર્ણતા તરફ આગળ વધી રહ્યું છે ત્યારે જુનાગઢ સાંસદની આજની મુલાકાત રોપવે ના કામને વધુ પ્રગતિ આપશે ને સંભવિત આગામી 31 તારીખ સુધીમાં તે રાષ્ટ્રને સમર્પિત થાય તેવી શક્યતાઓને પણ નકારી શકાય તેમ નથી.

800 જેટલા પ્રવાસીઓ ભવનાથ તળેટીથી ગીરનારના અંબાજી મંદિર શિખર સુધી જઈ શકશે

ગીરનાર રોપ-વે અંદાજિત બેથી અઢી કિલો મીટરની લંબાઈ ધરાવે છે જેમાં ૨૫ જેટલી ટ્રોલીઓ પ્રવાસીઓને અંબાજી શિખર સુધી લઈ જવા માટે રાખવામાં આવી છે પ્રત્યેક ટ્રોલીમાં 8 પ્રવાસીઓને બેસવાની વ્યવસ્થા કરવામાં આવી છે તે મુજબ દર કલાકે 800 જેટલા પ્રવાસીઓ ભવનાથ તળેટી થી ગીરનારના અંબાજી મંદિર શિખર સુધી જઈ શકશે તેમજ તહેવારો અને મહા શિવરાત્રી તેમજ પરિક્રમાના સમયમાં મુસાફરોની ભારે ભીડ ઉપસ્થિત થશે તેના ખિસ્સામાં પ્રતિ કલાકે 800 થી મુસાફરોની સંખ્યા વધારીને હજાર સુધી થઈ શકે તે પ્રકારની વ્યવસ્થા એશિયાના સૌથી મોટા ગિરનાર રોપ-વે પરિયોજના ધરાવી રહી છે ત્યારે હવે આગામી દિવસોમાં ગિરનાર રોપ-વે નું લોકાર્પણ થવા જઈ રહ્યું છે

પ્રધાનમંત્રી મોદી 31મી તારીખે ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા

પ્રધાનમંત્રી મોદી 31મી તારીખે ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે ત્યારે પણ ગિરનાર રોપ-વે નું લોકાર્પણ થવાની શક્યતાને આપણે નકારી શકીએ તેમ નથી પરંતુ આગામી ૯મી નવેમ્બર ના દિવસે જૂનાગઢનો મુક્તિ દિવસ પણ આવે છે ત્યારે આ દિવસે જૂનાગઢમાં બનેલો એશિયાનો સૌથી મોટો ગીરનાર રોપ-વે રાષ્ટ્રને સમર્પિત થશે અને તે પણ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હાથે થશે તે વાત ચોક્કસ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here