પ્રખ્યાટ હોટ સિંગરે છુપી રીતે કરી લીધી સગાઈ, હવે આ બિઝનેસમેન સાથે કરશે બીજા લગ્ન

0
55

સુનિતા ઉપદુષ્ટા કે જે એક પ્રખ્યાત સિંગર છે, હવે આ સિંગર ફરી એકવાર પોતાની પર્સનલ લાઇફ માટે ચર્ચામાં આવી છે. એવા રિપોર્ટ મળી રહ્યા છે કે સુનીતા ફરી એકવાર લગ્ન કરવા જઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તે ખૂબ જ જલ્દીથી બીજી વાર લગ્ન કરવા જઈ રહી છે. જો કે, સુનિતાએ હજી સુધી લગ્ન અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી. સુનિતા ઘણા દાયકાઓથી સિંગલ મધર છે અને ટીવી નિર્માતા કિરણની એક્સ પત્ની છે.

કહેવામાં આવી રહ્યું છે કે સિંગર, હોસ્ટ અને ડબિંગ આર્ટિસ્ટ સુનિતાએ એક બિઝનેસમેન સાથે એક ખાનગી સમારોહમાં સગાઈ કરી લીધી છે. સુનિતાએ મીડિયા હાઉસના પ્રમુખ સાથે સગાઈ કરી એવું પણ માનવામાં આવે છે. સુનિતાના લગ્નની તારીખ જાહેર થવાની બાકી છે. આ પહેલા સુનિતાએ ટીવી નિર્માતા કિરણ સાથે માત્ર 19 વર્ષની ઉંમરે લગ્ન કર્યા હતા. આ બંનેના લગ્ન ફક્ત થોડા વર્ષો જ ચાલ્યા અને ટૂંક સમયમાં જ બંનેએ એકબીજાથી અલગ થવાનું નક્કી કરી લીધું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here