પોલ્યુલર બિલ્ડર રમણ પટેલે બોગસ દસ્તાવેજથી પચાવેલી 300 કરોડથી વધુ કિંમતની જમીન શ્રીસરકાર કરાઈ

0
159

થલતેજમાં સિંધુભવન રોડ પર 300 કરોડથી વધુની માર્કેટ વેલ્યુ ધરાવતા ખુલ્લા પ્લોટને શ્રીસરકાર કરવા અમદાવાદ કૃષિપંચે હૂકમ કર્યો છે. 30 વર્ષ પહેલાં પોપ્યુલર બિલ્ડર રમણ પટેલે આ જમીન બોગસ પાવર ઓફ એટર્નીથી પરિવારના આઠ સભ્યોના નામે ચઢાવીને પચાવી પાડી હતી. ખેતીની જમીન ખરીદી શકે તેમ ન હોવા છતાંય પૂર્વ મંજૂરી લીધા વિના ગણોતધારાની કલમ 63ની જોગવાઈનો ભંગ કરીને શ્રી સરસ્વતી સ્મૃતિ ખેતી સહકારી મંડળીને નામે જમીન ખરીદી આ ગેરરીતેને છુપાવવા મંડળીને શ્રી સરસ્વતી સ્મૃતિ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં રૂપાંતરિત કરીને ગેરરીતિ આચર્યા બાદ આ જમીન પોતાના નામે ચઢાવી દેનાર રમણ પટેલના કબજાની અને અમદાવાદના સિંધુભવન માર્ગ પર તાજ હોટેલની નજીક આવેલી અંદાજે 21000 ચોરસ મીટરથી વધુ જમીન શ્રી સરકાર કરી દેવાનો હુકમ 28મી ઓક્ટોબરે ઘાટલોડિયાના મામલતદાર અને કૃષિપંચ અધિકારી એસ.જે.રબારીએ કર્યો છે.

રમણ પટેલે આ જમીન સરસ્વતી સ્મૃતિ ખેતી સહકારી મંડળીને વેચી હતી
અમદાવાદના થલતેજમાં 465/1, 2 અને 471 એમ ત્રણ સર્વે નંબરો મળીને કુલ 22359 ચોરસ મીટર જેટલી જમીન થાય છે. 30 વર્ષ પહેલા મૂળ ખેડૂત પોચાભાઈ વિરમભાઈ બારોટના નામે બોગસ પાવર ઓફ એટર્ની ઉભી કરીને રમણ પટેલે આ જમીન સરસ્વતી સ્મૃતિ ખેતી સહકારી મંડળીને વેચી હતી.પરંતુ શ્રી સરસ્વતી સ્મૃતિ ખેતી સામુદાયિક સહકારી મંડળી ખેડૂત ખાતેદાર ન હોવાથી તે આ જમીન ખરીદી શકે તેમ ન હોવાથી હકીકતને છુપાવવા માટે રમણ પટેલે સહકારી મંડળીને શ્રી સરસ્વતી સ્મૃતિ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડમાં રૂપાંતરિત કરી દીધી હતી. પરંતુ શ્રી સરસ્વતી સ્મૃતિ ખેતી સામુદાયિક સહકારી મંડળીએ ખેતીની જમીન ખરીદી ત્યારે કોઈ પૂર્વ પરવાનગી લીધી નહોતી.

જિલ્લા રજિસ્ટ્રારે સત્તા ના હોવા છતાં મંજુરી આપી
જિલ્લા રજિસ્ટ્રારને આ જમીનની ખરીદી બાબતે નિર્ણય કરવાની કોઈ જ સત્તા ન હોવા છતાંય તેમણે જુલાઈ 1993માં હુકમ કરીને શ્રી સરસ્વતી સ્મૃતિ કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ વિભાગ-6નાનું નામ નમૂના નંબર 4થી પેટા નિયમ નંબર 1ની જોગવાઈઓ મુજબ સારંગા કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી લિમિટેડના નામથી ખોટી મંજૂરી આપી હતી. સારંગા કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી વતીથી તેના સેક્રેટરી પ્રથમેશ છગનભાઈ પટેલે આ જમીન રમણ પટેલ, દશરથ પટેલ, છગન પટેલ, કોકિલા છગન પટેલ, મયુરિકા રમણ પટેલના નામે તબદિલ કરી આપી હતી.

ગણોતધારાની કલમ 63નો ધરાર ભંગ કર્યો
આમ પહેલા સહકારી મંડળી, પછી હાઉસિંગ સોસાયટી અને ત્યારબાદ પોતાના પરિવારના સભ્યને નામે તેમણે જમીનની માલિકી તબદિલ કરાવી લીધી હતી. આ અનિયમિતતા આચરનાર રમણ પટેલે ખેડૂત ખાતેદારની કેટેગરીમાં ન આવતી સહકારી મંડળીને નામે કલેક્ટરની પૂર્વપરવાનગી વિના જમીન ખરીદી લીધી હતી. તેમ કરીને રમણ પટેલે ગણોતધારાની કલમ 63નો ધરાર ભંગ કર્યો હતો. પરિણામે આ વહેવારો માન્ય ગણી શકાય તેમ ન હોવાનું જણાવીને ગણોતધારાની કલમ 84 (સી) હેઠળ તબદિલીના વ્યવહારોને અમાન્ય જાહેર કરીને આ જમીન તમામ બોજા રહિત સરકાર હસ્તક દાખલ કરવાનો હુકમ કર્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here