પોપ્યુલર બિલ્ડરની કો. હા. સો.માં સંખ્યાબંધ બેનામી મિલકત પકડાઈ

0
78

– 12થી 13 કો.ઓપ. હા. સોસા. બેનામી મિલકત હોવાની શંકા

– અમદાવાદ-સુરતની પાંચ જેટલી સહકારી બેન્કોની સહી કરેલા બેન્ક ચેકબુકનો મોટો જથ્થો મળી આવ્યો

અમદાવાદના પોપ્યુલર બિલ્ડર પર પાંચ દિવસ પૂર્વે પાડવામાં આવેલા દરોડામાં આવકવેરા ખાતાને 12થી 13 જેટલી કોઓપરેટીવ સોસાયટીઓમાં પોપ્યુલર બિલ્ડર પાસે બેનામી મિલકતો હોવાની આશંકા જગાવતા પુરાવાઓ મળ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.

વીરેન્દ્ર પટેલ સાથે સંકળાયેલા ભરત પટેલ દ્વારા આવકવેરા ખાતાની પૂછપરછમાં બતાવી દેવામાં આવેલા ઢગલાંબંધ દસ્તાવેજો ભરેલા રૂમમાંના દસ્તાવેજોની તારવણી કરતી વેળાએ આ હકીકત બહાર આવી રહી હોવાનું આવકવેરા વિભાગના દરોડા પાડનારા અધિકારીઓમાંના જાણકાર સૂત્રોનું કહેવું છે. આ સાથે જ મોટી સંખ્યામાં સહી કરેલા બ્લેન્ક ચેકબુક  પણ તેમની પાસેથી મળી આવ્યા છે.

આ ચેક કાંકરિયા મણિનગર કોઓફરેટીવ બૅન્ક, મહેસાણા અર્બન કોઓપરેટીવ બૅન્ક, અમદાવાદ જિલ્લા સહકારી બૅન્ક, સુરત જિલ્લા સહકારી બૅન્ક, બૅન્ક ઓફ મહારાષ્ટ્ર સહિતની બૅન્કોના સહી કરેલા બૅન્ક ચૅકોનો મોટો જથ્થો મળી આવ્યો છે. કેટલીક ચૅકબુકોમાં જે.વી. પટેલની સહી કરેલી હોવાનું જણાઈ રહ્યું છે.

27માંથી સેટેલાઈટ ખાતે આવેલા સંખ્યાબંધ દસ્તાવેજો વાળા રૂમ સિવાના તમામ સ્થળોએ દરોડાની કાર્યવાહી સમેટી લેવામાં આવી હોવાનું જણાવતા આવકવેરાના સૂત્રોેનું કહેવું છે કે સુનિધિ કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી,  કુમકુમ કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, સૂર્યમુખી કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, સોમેશ્વર દર્શન હાઉસિંગ સોસાયટી, શ્રી હનુમાનદર્શન કોઓપરેટીવ હાઉસિંગ સોસાયટી જેવી બારથી 13 સોસાયટીના નામની જમીનો અને ફ્લેટ્સ બેનામી નામ પર પોપ્યુલર ગુ્રપે રાખ્યા હોવાનું જણાઈ રહ્યું છે. આ બાબતમાં વધુ ઊંડી તપાસ ચાલુ કરી દેવામાં આવી છે. 

આવકવેરા ખાતાના સૂત્રોનું કહેવું છે કે ઉપર દર્શાવેલી સોસાયટીઓ ઉપરાંતની 12થી 13 સોસાયટીઓની મિલકતો બેનામી હોવાનું પ્રસ્થાપિત થશે તો તેવા સંજોગોમાં તે મિલકતોને ટાંચ લગાડવામાં આવી શકે છે અને જપ્ત પણ કરવામાં આવી શકે છે. પોતાના પૈસાનું રોકાણ કરીને ડ્રાઈવર, ઘરનોકર કે પછી દૂરના સગાંને નામે મિલકત લઈને રાખવામાં આવે તો તેને બેનામી પ્રોપર્ટી તરીકે ઓળખાવવામાં આવે છે.

બેનામી પ્રોપર્ટી એક્ટ હેઠળ તે ગુનો ગણાય છે. બેનામી મિલકતના દસ્તાવેજોની ચકાસણી અને આકારણીની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. અત્યાર સુધીમાં 12થી 13 સોસાયટીઓના લિસ્ટ તૈયાર થઈ ગયા છે. આગામી દિવસોમાં વધુ સોસાયટીઓના નામ બહાર આવે તેવી શક્યતાને નકારી શકાતી નથી.

આ સોસાયટીઓના જુંદા જુદાં સર્વે નંબરની મિલકતોની ચકાસણી કરવાની હજી બાકી હોવાથી આવકવેરા ખાતું આ અંગે વધુ ઊંડી તપાસ કરી રહ્યું છે. પોપ્યુલર ગુ્રપના અત્યાર સુધીમાં 23 જેટલા લૉકરો સીલ કરી દેવામાં આવ્યા છે. તેની પાસેથી અત્યાર સુધીમાં રૂા. 77 લાખ રોકડા અને 82 લાખના દાગીના જડી આવ્યા છે. લૉકર ખોલ્યા પછી વધુ રોકડ કે ઝવેરાત કે અન્ય અસ્ક્યામતો મળવાની સંભાવના જોવામાં આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here