જ્યોતિષ શાસ્ત્રમાં વેદિક ગણિતની સાથે સાથે ફલાદેશની અનેક વિદ્યાઓ છે. જેમ કે શુકન-અપશુકન વિજ્ઞાન, છીંક અને સ્વર સંચાલન વગેરે. આવા જ કેટલાંક સંકેત આપણા જીવનમાં મળે છે જેનાથી તે જાણી શકાય છે કે આપણી સાથે શું થવા જઇ રહ્યુ છે. જ્યોતિષ વિદ્યા અનુસાર આ સંકેતો જણાવે છે કે આવનારો સમય સારો છે કે નહી…

જો કોઇ નવી વસ્તુ ઘરમાં આવતા જ તૂટી જાય, ખંડિત થઇ જાય અથવા ખરાબ થઇ જાય તો સમજો કે ભાગ્ય સાથ નથી આપી રહ્યુ.
જો રસોડામાં વારંવાર દૂધ ઉભરાઇને ઢોળાઇ જાય અથવા તેલ-ઘી વગેરે ઢોળાય તો માનવુ જોઇએ કે હાલ ભાગ્ય સાથ નથી આપી રહ્યુ.
પૂજા કરતી વખતે કૂતરાનું ભસવુ અથવા ઝગડાના અવાજ સંભળાય તો તે પણ સારા સંકેત નથી.
જો ઘરમાં કરોળિયાના જાળા થઇ જાય અને મંદિર ગંદુ રહેતુ હોય તો તે શુભ સંકેત નથી.
પૂજા કરતી વખતે તેમાં ઘી હોવા છતાં તથા જોરથી હવા ન આવે તો પણ દીવો બૂઝાઇ જાય તો તે સારા સંકેત નથી.
નવા વસ્ત્ર પહેરતાં જ ફાટી જાય અથવા કોઇ ખૂણામાં ફસાઇ જાય તો તે શુભ સંકેત નથી.

જો ઘરેથી નીકળતા જ પગમાં ઠેસ વાગે, ચંપલ તૂટી જાય અથવા બૂટ ફાટી જાય તો તે શુભ શગુન નથી.
ઘરનો મુખ્ય દરવાજો અથવા છત હંમેશા ગંદી રહેતી હોય અથવા છત પર કબાડ પડ્યો હોય તો તેનાથી રાહુ નારાજ થઇને દુર્ભાગ્ય લાવે છે.
નવરાત્રીના સમયે જવ વાવવામાં આવે છે. જો તમામ જવ એકસાથે ઉગીને સોનેરી રંગના નીકળે તો તે ભાગ્ય લઇને આવે છે. જો જ્વારા પૂરા ના નીકળે અને ચાર-પાંચ દિવસ બાદ નીકળે તો સમજે ભાગ્યમાં અવરોધ છે.
રૂપિયાને થૂક લગાવીને ગણવા લક્ષ્મી હાનિના સંકેત છે.
જો ખાટલા અથવા બેડ પર અચાનક માંકડ થઇ જાય તો સમજો દુર્ભાગ્ય દસ્તક આપી રહ્યું છે.
રાત્રિના સમયે રસોડામાં એંઠા વાસણ રાખ્યા હોય, તેની સફાઇ ના થઇ હોય. સામાન અસ્ત-વ્યસ્ત હોય તો પણ દુર્ભાગ્યને દસ્તક આપતા વાર નથી લાગતી.
જે ઘરમાં ગંદકી રહેતી હોય, કોઇ ખૂણામાં વાસ આવતી હોય, પ્લાસ્ટર ઉખડી ગયુ હોય, ભેજ આવતો હોય તો તે પણ સારા સંકેત નથી.