પેરિસ માસ્ટર્સમાં હમ્બર્ટે બીજા ક્રમાંકિત સિત્સિપાસને ત્રણ ટાઇબ્રેકર સેટમાં હરાવ્યો

0
133

યુગો હમ્બર્ટે એક ભારે સંઘર્ષપૂર્ણ મુકાબલામાં બીજા ક્રમાંકિત સ્ટેફાનોસ સિત્સિપાસને હરાવીને પેરિસ માસ્ટર્સ ટેનિસ ટૂર્નામેન્ટના ત્રીજા રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ફ્રાન્સના ૩૪મા ક્રમાંકિત ખેલાડી હમ્બર્ટે સિત્સિપાસને ૭-૬ (૪), ૬-૭ (૬), ૭-૬ (૩)થી હરાવીને પોતાની કારકિર્દીમાં સર્વશ્રેષ્ઠ વિજય હાંસલ કર્યો હતો. હમ્બર્ટ ત્રણ વર્ષ પહેલાં એટીપી સિંગલ્સના ટોપ ૭૦૦ ખેલાડીઓમાં પણ નહોતો અને તેણે ૨૦૧૯ની સિઝનથી સતત રમવાનું ચાલુ રાખ્યું હતું. હમ્બર્ટે કારકિર્દીમાં ટોચના ૧૦ ખેલાડીઓ સામે બીજો વિજય હાંસલ કર્યો છે. અગાઉ તેણે સપ્ટેમ્બરમાં પાંચમા ક્રમાંકિત ડેનિયલ મેડવેડેવને હરાવ્યો હતો. તેનો આગામી મુકાબલો મારિન સિલિચ સામે થશે.

ટૂર્નામેન્ટના અન્ય મુકાબલામાં ત્રણ વખતના ગ્રાન્ડસ્લેમ ચેમ્પિયન સ્તેનિસ્લાસ વાવરિંકાએ ડેનિયલઇવાન્સને બીજો સેટ ટાઇબ્રેકરમાં પહોંચ્યા બાદ ૬-૩, ૭-૬ (૩)થી હરાવીને બીજા રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો. ક્વોલિફાયર નોબર્ટ ગોમ્બોસે આઠમા ક્રમાંકિત ડેવિડ ગોફિનને ૬-૪, ૭-૬ (૬)થી હરાવીને ત્રીજા રાઉન્ડમાં સ્થાન નિશ્ચિત કર્યું હતું. પ્રેક્ષકોની ગેરહાજરીમાં રમાતી આ ત્રીજી ટૂર્નામેન્ટ છે. કોરોનાવાઇરસના વધી રહેલા પ્રકોપના કારણે ફ્રાન્સમાં ફરીથી લોકડાઉન લાદવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here