પૃથ્વી તરફ બોઇંગ-737 વિમાન જેટલો મોટો એસ્ટેરોઇડ આવી રહ્યો છે, નાસાની ચેતવણી

0
107

બોઇંગ 737 વિમાન જેટલો મોટો એક એસ્ટરોઇડ ઝડપથી ધરતી તરફ આવી રહ્યો છે. અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાએ જણાવ્યું કે એસ્ટરોઇડ 2020 RK2 ધરતી તરફ 14,942 મીલ પ્રતિ કલાકની ઝડપથી આવી રહ્યો છે અને આ પૃથ્વીની કક્ષામાં 7 ઑક્ટોબરના પ્રવેશ કરશે તેવી સંભાવના છે. શું આ એસ્ટરોઇડથી કોઈ નુકસાન થશે? આ પ્રશ્નના જવાબમાં નાસાનું કહેવું છે કે પ્રારંભિક રીતે તો નુકસાનની કોઈ શક્યતા જોવા મળી રહી નથી.

એસ્ટેરોઇડથી ધરતીને નુકસાનની શક્યતા ઘણી ઓછી

નાસાએ કહ્યું કે તેમ છતા તેની ચાલ પર નજર રાખવામાં આવી રહી છે. નાસાના જણાવ્યા પ્રમાણે, એસ્ટરોઇડનો વ્યાસ 36થી 81 મીટર છે, જ્યારે પહોંળાઈ 118થી 265 ફૂટ સુધી હોઈ શકે છે. સીધા શબ્દોમાં કહીએ તો આનો આકાર બોઇંગ 737 વિમાન જેટલો હોય છે. નાસાએ કહ્યું છે કે ગભરાવાની કોઈ જરૂર નથી. એસ્ટેરોઇડથી ધરતીને નુકસાનની શક્યતા ઘણી ઓછી છે. આ એસ્ટેરોઇડને સપ્ટેમ્બર મહિનામાં પહેલીવાર વૈજ્ઞાનિકોએ જોયો હતો. અંતરિક્ષ એજન્સીએ જણાવ્યું કે ભલે આ એસ્ટેરોઇડ પૃથ્વીની નજીક પહોંચી રહ્યો છે, તેમ છતા આ ધરતીથી જોવા મળશે નહીં.

2027 સુધી ફરી પૃથ્વીની કક્ષામાં પ્રવેશ નહીં કરે એસ્ટેરોઇડ

ઈસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઇમ અનુસાર એસ્ટેરોઇડ બપોરના એક વાગ્યેને 12 મિનિટ અને બ્રિટિશ સમર ટાઇમ અનુસાર 6 વાગ્યેને 12 મિનિટ પર ધરતીની અત્યંત નજીકથી પસાર થશે. નાસાનું એ પણ કહેવું છે કે આ ઘટના બાદ એસ્ટેરોઇડ ઑગષ્ટ 2027 સુધી ફરી પૃથ્વીની કક્ષામાં પ્રવેશ નહીં કરે. 24 સપ્ટેમ્બરના પણ એક એસ્ટેરોઇડ પૃથ્વીથી લગભગ 22,000 કિમીના અંતરેથી પસાર થયો હતો, તેનો આકાર સ્કૂલ બસ જેટલો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકન એજન્સી નાસા આવી ઘટનાઓ પર નજર રાખે છે અને તેના વિશે જાણકારી આપે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here