પૂર્વ લદ્દાખમાં ભારતથી ફફડી ઊઠેલા ચીને શરૂ કરી નવી ગેમ, ફેલાવી રહ્યું છે આ ભયંકર જૂઠ

0
75

ગલવાન ખીણ (Galwan Valley) માં ભારતીય સૈનિકો પર ખીલાવાળા ડંડાઓથી હુમલો કરનારી ચીન (China)ની સેનાનો ભારતીય સૈનિકો વિરુદ્ધ લદ્દાખ (Ladakh)માં અનેક નવા ઘાતક હથિયારોનો ઉપયોગ કરવાનો ખુલાસો થયો છે. ચીનના એક આંતરરાષ્ટ્રીય મુદ્દાઓના નિષ્ણાતે દાવો કર્યો છે કે ચીનની સેના PLAએ પૂર્વ લદ્દાખમાં ભારતીય સૈનિકોને પાછળ ધકેલવા માટે રેડિએશન (Radiation) પેદા કરનારા અત્યંત ઘાતક કિરણોનો ઉપયોગ કર્યો હતો. જો આ સત્ય છે તો દુનિયામાં દુશ્મન સેનાની વિરુદ્ધ આ હથિયારનો ઉપયોગ કરવાની આ પહેલી ઘટના છે.

માઇક્રોવેબ કિરણોનો ઉપયોગ 

બીજી તરફ ચીની નિષ્ણાતનો દાવો છે કે એક પણ ગોળી ચલાવ્યા વગર આ હુમલા બાદ ભારતીય સૈનિકો 2 પહાડીઓ પાછળ હટી ગયા. ચીનની રાજધાની બેઇજિંગની રેનમિન યૂનિવર્સિટીમાં પ્રોફેસર જિન કાનરોંગે જણાવ્યું કે, ચીનના આ ઘાતક હથિયારમાં માઇક્રોવેબ કિરણોનો ઉપયોગ કરવામાં આવે છે. આની ઝપેટમાં આવતા જ સૈનિકોને અત્યંત ભયંકર પીડા થાય છે અને ઉભા રહેવામાં ઘણી જ મુશ્કેલી થવા લાગે છે. ભારત અને ચીનની વચ્ચે 1996માં થયેલી સંધિ પ્રમાણે આ પ્રકારના ઘાતક હથિયારોના ઉપયોગ પર પ્રતિબંધ છે.

એક પણ ગોળી ચલાવ્યા વગર 2 એવી પહાડીઓ પર કબજો

બ્રિટિશ સમાચાર પત્ર ધ ટાઇમ્સના રિપોર્ટ પ્રમાણે પ્રોફેસર જિને એક લેક્ચર દરમિયાન માઇક્રોવેબ વેપનના ઉપયોગનો દાવો કર્યો. તેમણે દાવો કર્યો કે આ હથિયારના ઉપયોગથી ચીને એક પણ ગોળી ચલાવ્યા વગર 2 એવી પહાડીઓ પર કબજો કર્યો જેના પર ભારતીય સૈનિકોએ કબજો કરી લીધો હતો. જિને કહ્યું કે, “અમે આને વધારે પ્રચલિત એ માટે ના કર્યું કારણ કે અમે ઘણી જ સારી રીતે આ સમસ્યાનું સમાધાન કરી લીધું.’ તેમણે દાવો કર્યો કે ભારતે ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો. જિને કહ્યું કે, ચીની સૈનિકોએ પહાડીની નીચેથી માઇક્રોવેબ વેપનનો ઉપયોગ પહાડી પર રહેલા ભારતીય સૈનિકો પર કર્યો.

ચીનનું આ હથિયાર ના ફક્ત માણસોને તડપવા મજબૂર કરે છે

જિને દાવો કર્યો કે, માઇક્રોવેબ ગનના ઉપયોગની 15 મિનિટ બાદ જ ભારતીય સૈનિકો ઉલટી કરવા લાગ્યા અને તેમણે પહાડી છોડીને હટવું પડ્યું. રિપોર્ટ પ્રમાણે આ પ્રકારના હથિયારનો પોતાની દુશ્મન સેના પર ઉપયોગ કરવાની આ પહેલી ઘટના છે. ચીન ઉપરાંત અમેરિકા ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયએશન વેપનનો ઉપયોગ કરી ચુક્યું છે. ચીનનું આ હથિયાર ના ફક્ત માણસોને તડપવા મજબૂર કરે છે, પરંતુ ઇલેક્ટ્રોનિક અને મિસાઇલ સિસ્ટમને પણ તબાહ કરી શકે છે.

અમેરિકન અધિકારીઓની વિરુદ્ધ સોનિક વેપનનો ઉપયોગ

વર્ષ 2016માં ક્યૂબામાં અમેરિકન દૂતાવાસના અધિકારીઓએ ફરિયાદ કરી હતી કે તેમને ઉલટી, નાકથી લોહી અને બેચેની થઈ રહી છે. આ મામલે બાદ આને હવાના સિન્ડ્રોમ કહેવામાં આવ્યું. કહેવામાં આવે છે કે અમેરિકન અધિકારીઓની વિરુદ્ધ છુપાઈને સોનિક વેપનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમેરિકન અધિકારીઓએ આ પ્રકારની ઘટનાઓની ફરિયાદ ચીન અને રશિયામાં પણ કરી છે. ઉલ્લેખનીય છે કે ગલવાનમાં ભારતમાં 20 સૈનિકો શહીદ થયા હતા, તો ચીનના 40થી વધારે સૈનિકો માર્યા ગયા હોવાનું પણ સામે આવ્યું હતુ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here