હિન્દુ ધર્મમાં, પીપળાના વૃક્ષ અથવા છોડને સૌથી આદરણીય માનવામાં આવે છે કારણ કે આ વૃક્ષના બધા ભાગમાં દેવતાઓનો વાસ છે. પીપળાને વિશ્વવૃક્ષ, ચૈત્ય વૃક્ષ અને વસુદેવ તરીકે પણ ઓળખવામાં આવે છે. શ્રીમદ્ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ પોતે કહે છે, ‘હું વૃક્ષોમાં પીપળો છું’. પીપળાના મૂળમાં ભગવાન બ્રહ્માનો વાસ છે, થડ અથવા મધ્ય ભાગમાં ભગવાન વિષ્ણુ અને પીપળાના અગ્ર ભાગમાં ભગવાન શિવનો વાસ છે. તે જ સમયે, સ્કંદ પુરાણ કહે છે કે ભગવાન વિષ્ણુ પીપળાના મૂળમાં, થડ અથવા મધ્ય ભાગમાં કેશવ, ડાળીઓમાં નારાયણ, પાંદડામાં ભગવાન શ્રીહરિ અને તમામ દેવતાઓ ફળોમાં વસે છે.

અથર્વવેદ અને છાન્દોગ્યોપનિષદમાં પીપળાના વૃક્ષ નીચે દેવતાઓનાં સ્વર્ગનું વર્ણન છે. એટલા માટે એવું માનવામાં આવે છે કે જે કોઈ પણ વિધી-વિધાન અનુસાર પીપળાના વૃક્ષની પૂજા કરે છે, તેમની બધી ઇચ્છાઓ પૂર્ણ થાય છે. જ્યારે કોઈપણ જે આ નિયમો અનુસાર પીપળાની પૂજા નથી કરતા તેણે આજીવન કષ્ટ ભોગવવું પડે છે.
આમ કરવાથી મળશે સફળતા

એવું માનવામાં આવે છે કે અમાસ અને શનિવારે પીપળના વૃક્ષ નીચે હનુમાન ચાલીસાના પાઠ કરવો અને શનિવારે રાત્રે પીપળાના ઝાડ નીચે દીવો પ્રગટાવવાથી માનવીના જીવનમાં ખુશી આવે છે અને માણસને સર્વત્ર સફળતા મળે છે. .
આવુ કરશો તો થઇ જશો કંગાળ
જ્યાં શનિવારે પીપળાના ઝાડને પાણી ચડાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જો કોઈ વ્યક્તિ રવિવારે પીપળના ઝાડ પર પાણી ચડાવે છે, તો તેના જીવનમાં કંગાળી આવે છે. તેથી, રવિવારે પીપળાના ઝાડ પર પાણી ચડાવવું જોઈએ નહીં.