પીડિતાની સગી બનીને એક મહિલા ઘરમાં રહી હતી, હાથરસ કેસમાં ફૂટેલો નવો ફણગો

0
53

– પોલીસ તપાસમાં સાચી વાત બહાર આવી

ઉત્તર પ્રદેશના હાથરસ કાંડમાં એક નવો ફણગો ફૂટ્યો હતો. પીડિતાના ઘરમાં પોતાને પીડિતાની સગી હોવાનું જણાવીને એક અજનબી મહિલા રહેતી હતી. પોલીસ તપાસમાં સાચી વાત બહાર આવી હતી.

આ મહિલા સંબંધિત પરિવારને સતત બહેકાવી રહી હતી એવો દાવો પોલીસે કર્યો હતો. આ મહિલાનું નામ ડૉક્ટર રાજકુમારી હોવાનું કહેવાય છે. પોતે દલિત હોવાથી આ પરિવારને છેલ્લા કેટલાક દિવસથી વિશ્વાસમાં લઇને આ મહિલા ગેરમાર્ગે દોરી રહી હતી. આ મહિલાએ એવો દાવો કર્યો હતો કે પોતે જબલપુરની મેડિકલ કૉલેજમાં પ્રોફેસર હતી. 

આ મહિલા મિડિયા સમક્ષ શી વાત કરવી અને કેટલી વાત કરવી એ વિશે પરિવારને માર્ગદર્શન આપવાને બહાને ગેરમાર્ગે દોરતી હતી. પોલીસને શંકા પડતાંજ આ મહિલા ત્યાંથી ચૂપચાપ સરકી ગઇ હતી. જો કે વિડિયોમાં એની હાજરી સતત દેખાતી હતી.

દરમિયાન, રાજ્ય સરકારે નીમેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેટિવ ટીમે શુક્રવારે આરોપીઓની પૂછપરછ કરી હતી. ટીમે પીડિતાના પરિવારની પણ પૂછપરછ કરી હતી. એસઆઇટી કુલ ચાલીસ જણની પૂછપરછ કરવાની હતી એવી જાણકારી મળી હતી. ઘટના બની તે દિવસે આસપાસનાં ખેતરોમાં કોણ કોણ હાજર હતું અને પીડિતાના અંતિમ સંસ્કાર વખતે ગામના કયા લોકો હાજર હતા એ બધાંની પૂછપરછ એસઆઇટી કરશે. દરમિયાન આ ડૉક્ટર રાજકુમારીની તપાસ પણ પોલીસ કરી રહી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here