પિતૃપક્ષની શરૂઆત કેવી રીતે થઇ? જાણો, મહાભારતના સમયનું શ્રાદ્ધનું પૌરાણિક રહસ્ય!

0
59

પિતૃઓની આત્માની શાંતિ માટે શ્રાદ્ધ પક્ષમાં શ્રદ્ધાથી તેમની પૂજા કરવામાં આવે છે

શ્રાદ્ધનો અર્થ શ્રદ્ધા પૂર્વક પોતાના પિતૃઓને પ્રસન્ન કરવાનો છે. સનાતન માન્યતા અનુસાર જે પરિજન પોતાનો દેહ ત્યાગ કરીને ચાલ્યા ગયા છે  તેમની આત્માની તૃપ્તિ માટે સાચી શ્રદ્ધા સાથે જે તર્પણ કરવામાં આવે છે તેને શ્રાદ્ધ કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે મૃત્યુના દેવતા યમરાજ શ્રાદ્ધ પક્ષમાં જીવને મુક્ત કરી દેતા હોય છે જેથી પરિવારજનોને ત્યાં જઇને તર્પણ ગ્રહણ કરી શકો. પિતૃપક્ષ 2જી સપ્ટેમ્બરએ શરૂ થઇ ગયો છે જે 17 સપ્ટેમ્બર સુધી રહેશે. 

પૂર્વજ કોને કહેવાય છે? 

પરિવારનું કોઇ સભ્ય પરણિત હોય અથવા અપરણિત હોય, બાળક હોય કે વૃદ્ધ હોય, સ્ત્રી હોય કે પુરુષ જેમની મૃત્યુ થઇ ચુકી છે તેમને પૂર્વજ કહેવામાં આવે છે. પિતૃપક્ષમાં પિતરોની આત્માની શાંતિ માટે તર્પણ કરવામાં આવે છે. પિતૃઓના પ્રસન્ન થવા પર ઘરમાં સુખ શાંતિ આવે છે. 

પિતૃપક્ષમાં પૂર્વજોને યાદ કરીને તેમની પૂજા કરવાથી તેમની આત્માને શાંતિ મળે છે. જે તિથિ પર આપણા પરિવારના સભ્યોની મૃત્યુ થાય છે તેને શ્રાદ્ધની તિથિ કહેવામાં આવે છે. ઘણાબધા લોકોને પોતાના પરિવારના સભ્યના મૃત્યુની તિથિ યાદ રહેતી નથી એવી પરિસ્થિતિમાં શાસ્ત્રો અનુસાર ભાદરવા મહિનાની અમાસના દિવસે તર્પણ કરી શકાય છે. એટલા માટે આ અમાસને સર્વપિતૃ અમાસ કહેવામાં આવે છે. 

શ્રાદ્ધથી જોડાયેલી પૌરાણિક માન્યતા

માન્યતા છે કે જ્યારે મહાભારત યુદ્ધમાં જ્યારે દાનવીર કર્ણનું અવસાન થયું ત્યારે તેમની આત્મા સ્વર્ગમાં પહોંચી ગયા તો તેમને નિયમિત ભોજનની જગ્યાએ સોનું અને ઘરેણાં આપવામાં આવ્યા હતા. આ વાતથી નિરાશ થઇને કર્ણની આત્માએ ઇન્દ્ર દેવને આમ કરવા પાછળનું કારણ પૂછ્યું. ત્યારે ઇન્દ્રે કર્ણને જણાવ્યું કે તમે તમારા જીવનમાં હંમેશા પોતાના સોનાનાં આભૂષણો બીજાને દાન કર્યા પરંતુ ક્યારેય પણ પોતાના પૂર્વજોને ભોજન દાન કર્યુ ન હતું. ત્યારે કર્ણે જવાબ આપ્યો કે તેઓ પોતાના પૂર્વજો વિશે નથી જાણતાં અને આ સાંભળ્યા બાદ ભગવાન ઇન્દ્રે તેમને 15 દિવસો સુધી પૃથ્વી પર જવાની પરવાનગી આપી દીધી જેથી તેઓ પોતાના પૂર્વજોને ભોજન દાન કરી શકે. આ 15 દિવસના સમયગાળાને પિતૃપક્ષ તરીકે ઓળખવામાં આવે છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here