પાકિસ્તાનમાં વિચિત્ર ઘટના, પહેલાં સાથી કર્મચારીને Kiss કરી, પછી એવું બોલ્યો કે બધાના હોંશ ઉડી ગયા

0
52

કરાચી મેટ્રોપોલિટન કોર્પોરેશનમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે. અહીં બદલો લેવા માટે એક અધિકારીએ બીજા અધિકારીને કિસ કરી લીધી. હદ તો ત્યારે થઈ જ્યારે તેણે બાદમાં જણાવ્યું કે તે કોરોનાથી સંક્રમિત છે. રિપોર્ટ્સના પ્રમઆમે આરોપી માત્ર આ એક જ પીડિત શખ્સને નહીં, અનેક લોકોને કોરોના પોઝિટિવ (Corona Positive) થયા બાદ મળ્યો હતો. જ્યારે બાકી કર્મચારીઓને આ વાતની ખબર પડી તો તેઓ પણ ડરના માર્યા ઑફિસથી ભાગી નિકળ્યા.

પાકિસ્તાન (Pakistan)ના કરાચી (Karachi)માં એક કોરોના સંક્રમિત (Corona Infection) અધિકારીએ એક અન્ય મેટ્રોપોલિટન કોર્પોરેશનના અધિકારી સામે બદલો લેવાના ઇરાદે કિસ કરી લીધી. કિસ કર્યા બાદ તેમણે એ અધિકારીને કહ્યું કે તેઓ કોરોના પોઝિટિવ (Corona Positive) છે. આ સાંભળતા જ પીડિત અધિકારીના હોંશ ઉડી ગયા. પીડિત અધિકારીએ કોરોનાવાયરસથી સંક્રમિત અધિકારીની વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની વાત કહી છે.

કોરોના શખ્સે કેટલાંય લોકો સાથે કરી મુલાકાત

કરાચી મેટ્રોપોલિટન કોર્પોરેશન (KMC)ની અંદર અજીબોગરીબ મામલો જોવા મળ્યો. અહીં બદલો લેવા માટે એક અદિકારીએ બીજા અધિકારીને કિસ કરી લીધી. ત્યારબાદ આ શખ્સે કહ્યું કે તે કોરોના વાયરસથી સંક્રમિત છે. મળતી માહિતી પ્રમાણે આરોપી માત્ર આ એક જ પીડિત શખ્સને મળ્યો નહોતો પરંતુ કેટલાંય લોકોને કોરોના પોઝિટિવ આવ્યા બાદ મળ્યો હતો. બાકી કર્મચારીઓને જ્યારે તેના કોરોના સંક્રમિત હોવાની ખબર પડી તો બધા ડરના માર્યા ઓફિસમાંથી ભાગી ગયા.

ઑક્ટોબરમાં જ સસ્પેન્ડ થયો હતો આરોપી

જિયો ન્યૂઝના પ્રમાણે KCMમાં આ શખ્સને આસિસ્ટન્ટ ડાયરેક્ટરના રૂપમાં નિયુક્ત કરવામાં આવ્યો હતો. તેણે હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટરને જઈને ચૂમી લીધા. જે બાદ તેણે જણાવ્યું કે તેનો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. ઘટના આવી છે કે, આ શખ્સનો આરોપ છે કે તેને અનેક મહિનાઓથી પગાર નથી મળ્યો. તો પીડિત અધિકારીઓનું કહેવું છે કે આરોપીને પાંચ ઑક્ટોબરે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. તેની સામે ભ્રષ્ટાચારના આરોપો સાબિત થઈ ગયા હતા.

આરોપી સામે ફરિયાદ દાખલ

મળતી માહિતી પ્રમાણે કરાચી મેટ્રોપોલિટન કોર્પોરેશનના અધિકારીએ આરોપી સામે ફરિયાદ કરી હતી. સીનિયર અધિકારીએ આ ઘટનાને બદલો લેવાનો પ્રયાસ ગણાવ્યો છે. ફરિયાદમાં અધિકારીએ જણાવ્યા પ્રમાણે ઘટના કંઈક આવી રીતે બની શુક્રવારે નમાજ બાદ સ્ટેનોગ્રાફર તરીકે કામ કરતો શાહઝાદ અનવર કે જેનું HRM વિભાગમાં પોસ્ટિંગ થવાનું હતું તે કેટલાક લોકો સાથે મારી ઑફિસમાં આવ્યો. તે મને ભેટ્યો અને ડોક પર કિસ કરી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. પોલીસ હાલ ઘટનાની તપાસ કરી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here