પહેલા કરતા વધુ પાવરફુલ બની જશે તમારો સ્માર્ટફોન! Android 11ના ફીચર્સ જાણી ચોંકી જશો

0
114

તાજેતરમાં એન્ડ્રોઇડ(Android) મોબાઇલ ફોન યુઝર્સ માટે નવું ઓપરેટિંગ સિસ્ટમ અપગ્રેડ થયું છે. મીડિયા રિપોર્ટ મુજબ Android 11 લોન્ચ થયું છે. આ ઓપરેટિંગ સિસ્ટમ પહેલાથી વધુ પ્રભાવશાળી છે અને તેના ફીચર્સ પર ગજબના છે.

થર્ડ પાર્ટી એપથી પણ ચાલશે ગૂગલ અસિસ્ટેન્ટ:

રિપોર્ટ મુજબ નવા Android વર્ઝનમાં યુઝર્સ ગૂગલ અસિસ્ટેન્ટ(Google Assistant)ને થર્ટ પાર્ટી એપના માધ્યમથી પણ ડાઉનલોડ કરી શકશે. આની સૌથી મોટી ખૂબી એ છે કે હવે માત્ર વોઈસ કમાંડથી કોઈ ઇમેલ ટાઇપ કરીને મોકલી શકાશે. નવા ગૂગલ અસિસ્ટેન્ટને યુઝર અલેક્સા, ગિની અને સિરીની જેમ ઉપયોગ કરી શકશે.

વેરિફાઇડ કોલથી જાણો કોણ કેમ ફોન કરી રહ્યું છે:

નવા Android વર્ઝનમાં યુઝર્સ હવે કોઈ પણ અજાણ્યો શખ્સ કેમ ફોન કરી રહ્યો છે તે અંગે માહિતી મેળવી શકશે. રિપોર્ટ પ્રમાણે નવા સિસ્ટમમાં એપના માધ્યમથી કોલ કરવાની પહેલા સંદેશ મોકલી શકાશે કે ફોન કરવાનું કારણ શું છે. એટલે કે કોલ કરનાર વ્યકિત જો પહેલા જ મેસેજ સેન્ડ કરે કે ફોન કરવાનું કારણ શું છે તો યુઝર પોતાની મરજી પ્રમાણે રિસ્પોન્સ આપી શકશે. ઉપરાંત, નવા સિસ્ટમમાં યુઝરને નોટિફિકેશન એલર્ટ આપવામાં આવશે. જે સાઉન્ડને ડિટેક્ટ કરશે. એટલે કે જ્યારે યુઝર ઊંચા અવાજમાં સોંગ સાંભળે ત્યારે અન્ય કોઈ અવાજ જેમકે ઘરની બેલ અથવા માઇક્રોવેવનું ટાઇમર સાઉન્ડ આવે તો નોટિફિકેશન એલર્ટ યુઝરને મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here