પરીક્ષા વંચિતો માટે યુનિ. દ્વારા 26મીથી ખાસ પરીક્ષા લેવાશે

0
68

– કોરોના સહિતના કારણોસર પરીક્ષા ન આપી શકનારા

– 12મીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન : કોરોનામાં ત્રીજી વાર તક આપનારી રાજ્યની પ્રથમ યુનિવર્સિટી

ગુજરાત યુનિવર્સિટી દ્વારા બે તબક્કામાં ઓફલાઈન પરીક્ષા અને બે તબક્કામાં ઓનલાઈન પરીક્ષાના આયોજન બાદ હવે 26મીથી ત્રીજીવાર પરીક્ષા લેવાશે. કોરોના સહિતના કોઈ પણ કારણોસર અગાઉ પરીક્ષા ન આપી શકનારા અને રજિસ્ટ્રેશન ન કરી શકનારા વિદ્યાર્થીઓ માટે 26મી ઓક્ટોબરથી સ્પેશ્યલ એક્ઝામ ગોઠવવામા આવી છે અને જે માટે 12મીથી ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ થશે.

ગુજરાત યુનિ.એ  આર્ટસ, સાયન્સ, કોમર્સ,લૉ,એજ્યુકેશન સહિતના વિવિધ ફેકલ્ટીમાં યુજી-પીજી અને ડિપ્લોમાના છેલ્લા સેમેસ્ટરના બાકી રહી ગયેલા વિદ્યાર્થીઓ માટે ખાસ પરીક્ષા ગોઠવી છે અને આજે પરીક્ષા કાર્યક્રમ જાહેર કરી દેવાયો છે.

જેમા 26મીથી એમ.એ, એલએલબી સેમ.2-4 અને 6 તથા એલએલએમ સેમેસટર -1 અને 3 તથા ઈન્ડિગ્રેટેડ લૉ સેમેસ્ટર -2, 4,6,8  અને 10 ,  એમ.એડ સેમ.4 તથા એમ.કોમ (હાયર પેમેન્ટ)ના બંને પ્રોગ્રામમાં  સેમેસ્ટર  4 ની, બીએ, બીબીએ,બીસીએ, બી.કોમ તથા બી.એસ.સી સેમેસ્ટર 6 અને  બી.એડ સેમેસ્ટર -4ની પરીક્ષાઓ લેવાશે.

આ પરીક્ષાઓ માટે   નવા પરીક્ષા ફોર્મ ભરાવાના નથી .માત્ર જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માંગે છે તેઓએ 12મીથી16મી સુધીમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવાનું રહેશે.અગાઉની ઓનલાઈન કે ઓફલાઈન પરીક્ષામાં જેટલા પેપરમાં ગેરહાજર રહ્યા હોય તેટલા પેપર માટે રજિસ્ટ્રેશન કરી પરીક્ષા આપી શકાશે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here