પત્નીની કાતરથી કરી દીધી હત્યા, પછી લાશની પાસે બેસીને વીડિયો ગેમ રમતો રહ્યો આરોપી પતિ

    0
    2

    જોધપુરઃ રાજસ્થાન (Rajasthan)ના જોધપુર (Jodhpur)માં આવેલી બીજેએસ કોલોનીમાં એક વ્યક્તિએ કથિત રીતે કાતરથી પોતાની પત્નીની હત્યા (Murder) કરી દીધી. ત્યારબાદ પોલીસ અને સાસરિયાઓને ઘટના વિશે તેણે જાતે જ જણાવ્યું. પોલીસના જણાવ્યા મુજબ, રવિવાર રાત્રે દંપતિ વચ્ચે ઉગ્ર ઝઘડો થયો અને ગુસ્સામાં આવીને આરોપી વિક્રમ સિંહે પોતાની પત્ની શિવ કંવરની હત્યા કરી દીધી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો વિક્રમ સિંહ પોતાના મોબાઇલ ફોન પર વીડિયો ગેમ રમી રહ્યો હતો. જ્યારે તેની પત્ની એક રુમમાં લોહીથી ખરડાયેલી પડી હતી.

    મહામંદિરના એસએચઓ કૈલાશદાને જણાવ્યું કે, મહિલાને હાસ્પિટલ લઈ જવામાં આવી જ્યાં તેને મૃત જાહેર કરવામાં આવી. તેઓએ કહ્યું કે વિક્રમ સિંહ બેરોજગાર હોવાના કારણે દંપતિમાં અનેકવાર ઝઘડા થતા હતા. એસએચઓએ જણાવ્યું કે આરોપી બેરોજગાર હતો, જ્યારે તેની પત્ની ઘરે સીવણકામ કરતી હતી.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here