મહારાષ્ટ્રના જલગાંવમાંથી એક દુ:ખદ અહેવાલ સામે આવી રહ્યા છે. જ્યાં એક શખ્સે પોતાની પત્નીના મોતથી દુ:ખી થઈને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનામાં શખ્સે મરતા પહેલા ફેસબુક પર લાઈવ વીડિયોમાં એક સંદેશ જાહેર કર્યો હતો. દિવાળી પહેલા આ શખ્સની પત્નીએ ઝેર ખાઈને પોતાની જિંદગી ટૂંકાવી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે બન્ને પતિ-પત્નીએ લવ મેરેઝ કર્યા હતા અને તેમના બે માસૂમ બાળકો છે. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
સુસાઈટ કરનાર શખ્સની ઓળખ પ્રમોદ શેટેના રૂપમાં થઈ છે. મંગળવારે મરતા પહેલા પ્રમોદે ચાલતી ટ્રેનના દરવાજા પાસે જઈને એક LIVE વીડિયો સંદેશ જાહેર કર્યો હતો. ત્યારબાદ તેણે ટ્રેનમાંથી કૂદીને પોતાનો જીવ ગુમાવ્યો હતો.
પ્રમોદ શેટેનો મૃતદેહ રેલવેના પાટા પર ક્ષતવિક્ષત હાલતમાં મંગળવારે બપોરે મળી આવ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે ટ્રેનમાંથી કૂદીને તેને પોતાની જિંદગી ટૂંકાવી છે. પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે અને આ કેસની તપાસમાં પોલીસ જોતરાઈ ગઈ છે.
પ્રમોદે ફેસબુક લાઈવના માધ્યમથી માતા-પિતાના નામે જાહેર કરેલા સંદેશમાં જણાવ્યું હતું કે, હું મારો ચહેરો દેખાડ્યા વગર આત્મહત્યા કરી રહ્યો છું. હું આ કદમ એટલા માટે ઉઠાવી રહ્યો છું કારણ કે મારી પત્ની હવે આ દુનિયામાં નથી.