પતિ-પત્નીએ સન્માન અને વિશ્વાસ જાળવી રાખવો જોઇએ, ત્યારે જ લગ્ન જીવન સુખી રહે છે

  0
  1
  • રાજા યયાતિના લગ્ન દૈત્ય ગુરુ શુક્રાચાર્યની દીકરી દેવયાની સાથે થયાં હતાં, યયાતીના પ્રસંગથી સમજી શકાય છે કે પતિ-પત્નીનો સંબંધ કેવી રીતે ખરાબ થાય છે

  લગ્નજીવનમાં પતિ-પત્નીએ એકબીજા સાથેનો તાલમેલ જાળવી રાખવો જોઇએ. નાની બેદરકારી પણ સંબંધોમાં તણાવ વધારી શકે છે. આ સંબંધમાં સન્માન અને વિશ્વાસ જાળવી રાખવો જોઇએ. સુખી લગ્નજીવનમાં કઇ વાતોનું ધ્યાન રાખો, તે વાત યયાતિ અને દેવયાનીની કથા દ્વારા સમજી શકાય છે.

  શ્રીમદભાગવતમાં રાજા યયાતિની કથા જણાવવામાં આવી છે. મહાભારત કાળમાં રાજા યયાતિના લગ્ન દૈત્ય ગુરુ શુક્રાચાર્યની દીકરી દેવયાની સાથે થયાં હતાં. લગ્ન પછી એક શરત હેઠળ દૈત્યોની રાજકુમારી શર્મિષ્ઠા પણ દેવયાની સાથે દાસી સ્વરૂપમાં યયાતિને ત્યાં આવી હતી. શુક્રાચાર્યે યયાતિ પાસેથી વચન લીધું હતું કે તે ક્યારેય દેવયાની સિવાય કોઇ અન્ય સ્ત્રી સાથે સંબંધ રાખશે નહીં. યયાતિએ પણ શુક્રાચાર્યને આ વાતનું વચન આપ્યું હતું.

  લગ્નના થોડાં સમય પછી દેવયાની ગર્ભવતી થઇ ગઇ. જ્યારે આ વાત શર્મિષ્ઠાને જાણ થઇ ત્યારે તે દેવયાનીની ઈર્ષ્યા કરવા લાગી. શર્મિષ્ઠા રાજકુમારી હતી, પરંતુ એક દાસીનું જીવન પસાર કરતી હતી. શર્મિષ્ઠા રાજા યયાતિના મહેલની પાછળ એક ઝૂપડીમાં રહેતી હતી. તેણે વિચાર્યું કે રાજા યયાતિને તે પોતાના સુંદર સ્વરૂપથી આકર્ષિત કરીને તે પોતે પણ જીવનના બધા સુખ પ્રાપ્ત કરશે. પોતાની યોજના પ્રમાણે શર્મિષ્ઠાએ યયાતિને આકર્ષિત કરી લીધો. યયાતિ શુક્રાચાર્યને આપેલું વચન ભૂલી ગયો અને શર્મિષ્ઠા સાથે સંબંધ બાંધી લીધો.

  થોડાં સમય પછી દેવયાનીને આ વાતની જાણ થઇ ત્યારે તે તેના પિતા શુક્રાચાર્ય પાસે આવી ગઇ. દેવયાનીએ શુક્રાચાર્યને સંપૂર્ણ વાત જણાવી. આ વાત સાંભળીને દૈત્ય ગુરુ શુક્રાચાર્યે યયાતિને શ્રાપ આપ્યો કે તે યુવા અવસ્થામાં જ વૃદ્ધ થઇ જશે.

  આ શ્રાપથી યયાતિ વૃદ્ધ થઇ ગયો. તે પછી યયાતિએ શુક્રાચાર્ય પાસે માફી માંગી. દૈત્ય ગુરુએ યયાતિને શ્રાપ મુક્ત થવાની રીત તો જણાવી, પરંતુ રાજાના લગ્નજીવનમાંથી સુખ, વિશ્વાસ અને સન્માન દૂર થઇ ગયું. લગ્નજીવનમાં સુખ જાળવી રાખવા માટે પતિ-પત્નીએ એકબીજાનો વિશ્વાસ તોડવો જોઇએ નહીં.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here