નીતીશ કુમાર આજે લેશે શપથ, ડેપ્યુટી સીએમની રેસમાં આ નામ છે સૌથી આગળ

0
123

નીતીશ કુમાર આજે સાતમી વખત બિહારના મુખ્ય પ્રધાન તરીકે શપથ લેવા જઈ રહ્યા છે. આ મામલે પટણામાં લાંબી ચર્ચા ચાલી રહી છે. આજે સાંજે 4.30 કલાકે રાજ્યપાલ ફાગુ ચૌહાણ રાજભવનમાં નીતિશ કુમારને પદ અને ગુપ્તતાના શપથ અપાવશે.

અત્યારે પ્રધાન પદ નક્કી કરવા માટે દર 7 બેઠકો માટે બે મંત્રીઓના ફોર્મ્યુલા અપનાવવામાં આવ્યો છે. જે અંતર્ગત આજે અંદાજીત 16 પ્રધાનો શપથ લઈ શકે છે. તેમાં 7 ભાજપ, 7 જેડીયુ, 1 એચએએમ અને 1 વીઆઈપી ક્વોટા માંથી પ્રધાન બને તેવી શક્યતાઓ છે.

નીતિશ કુમારને પદ અને ગુપ્તતાના શપથ અપાવશે.

બંધારણીય જોગવાઈ અનુસાર, 243 સભ્યો સાથે બિહાર વિધાનસભામાં 36 પ્રધાનો બની શકે છે. જો કે, નીતીશ કુમારની કેબિનેટની મોટાભાગની બેઠકો ખાલી રહેશે. આ સમયે 16 મંત્રીઓના શપથ ગ્રહણ થશે તેવા સમાચાર સામે આવી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જેડીયુ વતી બિજેન્દ્ર યાદવ, અશોક ચૌધરી, વિજય ચૌધરી, શ્રવણ કુમાર અને લેસી સિંહ મંત્રી બને તેવી શક્યાતાઓ ગણાઈ રહી છે. ત્યારે બીજી તરફ હજી કેટલાક નામોનો નિર્ણય લેવાનો બાકી છે.

નીતિશ કુમારની સાથે શપથ લેવા વાળા મંત્રીઓની અપડેટે યાદી આ પ્રકારની છે.

1 વિજય ચૌધરી

2 વિજેન્દ્ર યાદવ

3 અશોક ચૌધરી

4 મેવાલા ચૌધરી

5 શીલા મંડલ

બીજેપી

1 તારકિશોર પ્રસાદ

2 રેણું દેવી

હમ

1 સંતોષ માંઝી

વીઆઈપી

1 મુકેશ સહની

ભાજપની નજર સ્પીકર પદ પર

ત્યારે બીજી તરફ કેન્દ્ર સકારમાંથી આવીલે પર્યવેક્ષક અને રક્ષા પ્રધાન રાજનાથસિંહે એલાન કર્યુ કે નીતિશ કુમાર એનડીએ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાઈ આવ્યા છે. ઉલ્લેખનીય છે કે સુત્રોના મતે ડેપ્યુટી સીએમની રેસમાં તારકિશોર પ્રસાદ અને રેણુ દેવી છે. જ્યારે સુશીલ કુમાર મોદીનું નામ હટી ગયુ છે..કહેવાય છેકે ભાજપ સ્પીકર પદ માટે પણ નજર રાખી રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here