નાશિકમાં ઝડપાયેલા શકમંદ જાસૂસનો ફોન ફોરેન્સિક લેબને મોકલાશે

    0
    1

    – લશ્કરની માહિતી પાકિસ્તાનને પહોંચાડતા

    નાશિક પાસે દેવલાલીમાં આવેલા આર્ટીલરી સેન્ટરની માહિતી અને સંવેદનશીલ ફોટોગ્રાફ પાકિસ્તાન મોકલવાના આરોપસર ઝડપાયેલા શકમંદ જાસૂસ સંજીવકુમારનો મોબાઇલ ફોન દેવલાલી પોલીસે તપાસ માટે ફોરેેન્સિક લેબોરેટરીને મોકલાવશે.

    દેવલાલીમાં મજૂરી કરતા ૨૧ વર્ષના બિહારી સંજીવકુમાર ઉપર આર્મી ઇન્ટેલિજન્સ યુનિટે નજર રાખી હતી અને પછી તેનાં ઝૂંપડા ઉપર રેડ પાડી ઝડપી લીધો અને દેવલાલી પોલીસને હવાલે કર્યોે હતો. આરોપીને પકડાયો તેમાં થોડા દિવસ પહેલાં પાકિસ્તાનના વૉટ્સએપ ગુ્રપ સાથે જોડાયેલો હતો તેની સામેની તમામ ચેટ ડિલીટ કરી નાખી હતી. એટલે હવે તેની પાસેથી જપ્ત કરવામાં આવેલો ફોન ફોરિન્સિક બેબોરેટરીમાં મોકલવામાં આવશે.

    સંજીવકુમારની શનિવારે ૧૯૨૩ના ઓફિસિયલ સિક્રેટ એકટની વિવિધ કલમો હેઠળ પોલીસે  ધરપકડ કરી હતી.

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here