નાદાર થઈ ચૂકેલી જેટ એરવેઝ આગામી વર્ષે ઉનાળામાં ફરી શરૂ થશે

  0
  47

  નાદાર થઈ ચૂકેલી જેટ એરવેઝ ટૂંક સમયમાં ફરી આસમાનમાં ઉડવા લાગશે. મુરારી લાલ જાલન અને કાલરોક કેપિટલની આગેવાની હેઠળના કોન્સોર્ટિયમ ભારતની એરલાઈન જેટ એરવેઝના સંપૂર્ણ સેવાની કેરિયર તરીકે રિવાઈવલની જાહેરાત કરી છે. જેટ 2.0 પ્રોગ્રામનું લક્ષ્ય સર્વ માર્ગોમાં વધુ કાર્યક્ષમતા અને ઉત્પાદકતાની ખાતરી રાખવા તેની પ્રક્રિયાઓ અને પ્રણાલીઓના નવા બોર્ડ સાથે જેટ એરવેઝને તેની ભૂતકાળની ઝાકઝમાળને પુનર્જીવિત કરવાનું છે.

  ઠરાવ અનુસાર જેટ એરવેઝ ભારતમાં તેના બધા ઐતિહાસિક ડોમેસ્ટિક સ્લોટ્સ ઓપરેટ કરવા અને આંતરરાષ્ટ્રીય કામગીરી ફરીથી શરૂ કરવા માગે છે. જો બધું આયોજન અનુસાર થાય અને કોન્સોર્ટિયમને સમયસર એનસીએલટી અને નિયામક મંજૂરીઓ મળે તો જેટ એરવેઝ 2021ના ઉનાળા સુધી ફરીથી આકાશમાં ઉડ્ડયન કરતી થઈ જશે.

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here