નહેલે પે દહેલા:’ચિલ ડોનાલ્ડ, ચિલ’, 17 વર્ષિય પર્યાવરણવાદી ગ્રેટા થનબર્ગની અગાઉ ટ્રમ્પે મજાક ઊડાવી હતી, હવે ગ્રેટાએ હારી રહેલા ટ્રમ્પને એ જ ભાષામાં જવાબ આપ્યો

0
150
  • ટાઈમ મેગેઝિને ગ્રેટાને પર્સન ઓફ ધ યર જાહેર કરી ત્યારે ટ્રમ્પે ગ્રેટાની મજાક ઊડાવતું ટ્વિટ કર્યું હતું
  • ચૂંટણી હારી રહેલા ટ્રમ્પ પૂરાવા વગર ગેરરીતિના આક્ષેપો કરી રહ્યા છે ત્યારે સોશિયલ મીડિયા ગ્રેટાના જવાબને વધાવી રહ્યું છે

કોઈની પાસેથી બદલો (Revenge) ત્યારે જ લેવામાં આવે છે. જ્યારે મામલો ઠંડો પડી જાય છે. 17 વર્ષની સ્વિડિશ ક્લાઇમેટ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગ આ જાણે છે, ત્યારે જ તેણે યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના જ શબ્દોનો ઉપયોગ કરીને તેની મજાક ઉડાવી છે. જોકે, ગ્રેટાને આ માટે 11 મહિના રાહ જોવી પડી.

વર્ષ 2019માં જ્યારે યુ.એસ.મેગેઝિન ટાઇમે ગ્રેટાને પર્સન ઓફ ધ યર તરીકે જાહેર કર્યા હતા, ત્યારે અમરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેની મજાક ઉડાવી હતી. હવે જ્યારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પાછળ છે અને ચૂંટણીમાં ગોટાળા કરવાના આરોપ લગાવી રહ્યા છે, ત્યારે ગ્રેટા તેમના જ શબ્દોમાં ટ્રમ્પની મજાક ઉડાવે છે. ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે એક ટ્વિટ કર્યું હતું, જેમાં લખ્યું હતું કે ‘STOP THE COUNT! તેનો જવાબ આપતા ગ્રેટા થનબર્ગે લખ્યું, “આટલું હાસ્યાસ્પદ. ડોનાલ્ડને પોતાના એંગર મેનેજમેંટની સમસ્યા પર કામ કરવું જોઈએ, પછી મિત્રો સાથે કેટલીક જૂના જમાનાની ફિલ્મ જોવા જાઓ! ચિલ, ડોનાલ્ડ, ચિલ!

ગ્રેટાએ તેના ટ્વિટમાં તે જ શબ્દોનો ઉપયોગ કર્યો છે, જેનો ઉપયોગ ડોનાલ્ડ ટ્રમ્પે ડિસેમ્બર 2019માં તેના માટે કર્યો હતો. ટ્રમ્પએ ટાઈમ મેગેઝિન દ્વારા ગ્રેટાને પર્સન ઓફ ધ યર નામાંકિત થતાં, તેની ટીકા કરતાં લખ્યું હતુ, “આટલું હાસ્યાસ્પદ. ગ્રેટાએ પોતાના એંગર મેનેજમેંટની સમસ્યા પર કામ કરવું જોઈએ, પછી મિત્રો સાથે કેટલીક જૂના જમાનાની ફિલ્મ જોવા જાઓ! ચિલ, ગ્રેટા, ચિલ!

ગ્રેટાના ટ્વિટ બાદ તેને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યું છે, અને લાઈક્સ પણ મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે, જ્યારે 3 લાખથી વધુ લોકોએ રીટ્વીટ કર્યું છે. આ સિવાય ઘણા લોકો પોતાના અંદાજમાં કમેંટ કરીને ગ્રેટાને સપોર્ટ કરી રહ્યા છે.

ગ્રેટાના આ ટ્વિટ પછી તેને સોશિયલ મીડિયા પર ખૂબ શેર કરવામાં આવી રહ્યું છે અને લાઈક્સ પણ મળી રહ્યા છે. અત્યાર સુધીમાં 10 લાખથી વધુ લોકો તેને લાઈક કરી ચૂક્યા છે, જ્યારે 3 લાખથી વધુ લોકોએ રીટ્વીટ કર્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here