નવો કૃષિ કાયદો : મહારાષ્ટ્રની APMCમાં આવકમાં તૂટ

0
137

– મંડીની બહાર ાૃથતા વેપાર પર માર્કેટ સેસ વસૂલી શકાતો નથી

વર્તમાન વર્ષના જુનથી ઓગસ્ટના ગાળામાં મહારાષ્ટ્રની એગ્રિકલ્ચર પ્રોડયૂસ માર્કેટ કમિટિ (એપીએમસીસ)ની આવકમાં ગયા વર્ષના આ ગાળાની સરખામણીએ ૩૦ ટકા જેટલો ઘટાડો જોવાયો છે. 

જુનમાં કેન્દ્ર દ્વારા કૃષિ સુધારા સંબંધિત જારી કરાયેલા ત્રણ વટહુકમને કારણે આ નુકસાન ગયાનંો સુત્રોએ જણાવ્યું હતું. વટહુકમને હાલમાં જ સંસદમાં કાયદાનું સ્વરૂપ અપાયું છે.

રાજ્યની વાશી એપીએમસીની આવકમાં ૩૭.૮૩ ટકા ઘટાડો નોંધાયો છે જ્યારે માલની આવક જુનથી ઓગસ્ટના ગાળામાં ૬૨ ટકા જેટલી ઘટી હતી. મંડીની બહાર થતા વેપાર પર માર્કેટ સેસ વસૂલી શકાતો નહીં હોવાથી એપીએમસીસ તેનો વેપાર ધીમે ધીમે ગુમાવી દેશે. 

ખેડૂતો માટે આકર્ષક વિકલ્પ બની રહે તેવી વૈકલ્પિક બજારને મહારાષ્ટ્ર સરકાર પ્રોત્સાહન આપી રહી છે. રાજ્યમાં  એપીએમસીના કુલ વેપારમાંથી ૧૦ ટકા વેપાર ખાનગી બજારો તથા સીધા માર્કટિંગ માટે લાયસન્સ ધરાવનારાઓએ  કબજે કરી લીધો છે, રાજ્યના માર્કેટિંગ વિભાગના સુત્રોએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્રમાં ૩૦૩ એપીએમસીસ તથા ૫૯૮ સબ કમિટિસ છે, જેનું વાર્ષિક ટર્નઓવર રૂપિયા ૪૫૬૮૦ કરોડ જેટલું રહે છે, જેમાં રૂપિયા ૨૦,૦૦૦ કરોડનું ટર્નઓવર તો ફળો તથા શાકભાજીનું રહે છે, જ્યારે અનાજ તથા કઠોળના વેપારનું ટર્નઓવર પણ આટલી જ રકમનું જોવા મળે છે. બાકીમાં મસાલા તથા અન્ય ચીજવસ્તુઓનો સમાવેશ થાય છે.

એપીએમસી મારફત થતા વેપાર પર ૦.૮૦ ટકાથી ૧ ટકા જેટલો માર્કેટ સેસ વસૂલવાની એપીએમસીને છૂટ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here